SearchBrowseAboutContactDonate
Page Preview
Page 62
Loading...
Download File
Download File
Page Text
________________ પૂ. ભા. જે. તીર્થભૂમિએ પહાડનું વર્ણન કરી આ પહાડમાં થતી વનસ્પતિઓ, વાઘ, સિંહ વગેરે કેવાં કેવાં જાનવરે આ જંગલમાં રહે છે તે પણ જણાવે છે. જેનશાસ્ત્રોમાં આને “સમેતશિખર' કહે છે. તેવી માં તીર્થકર શ્રી પાર્શ્વનાથ પ્રભુ અહીં નિર્વાણ પામ્યા તેથી આ “પારસનાથ પહાડ” તરીકે પણ ઓળખાય છે. રાજદફતરમાં પણ આનું “પારસનાથ હીલ” નામ નંધાયેલું છે. આ ગિરિરાજ ઉપર વીશ તીર્થકરશમાંથી પહેલા શ્રી આદિનાથ, બારમાં શ્રીવાસુપૂજ્ય, બાવીસમા શ્રી નેમિનાથ અને ચોવીસમા શ્રી મહાવીરસ્વામી સિવાયના વીશ તીર્થકરો નિવાણ પામ્યા છે અને ગિરિરાજની જુદી જુદી દેરીઓ ઉપર એમની નિર્વાણભૂમિનું સ્મરણ કરાવતી પગલાંની દેરીઓ છે. સવારે ત્રણ-ચાર વાગ્યે યાત્રાળુઓ પહાડ ઉપર ચડવાની તૈયારી કરે છે અને સાંજે ચાર થી છ વાગ્યા સુધીમાં પાછા મધુવન આવે છે. કેઈ યાત્રી ઉપર રહી શકતું નથી. મિયાજીના મંદિરથી સમેતશિખર પહાડ ઉપર ચડવાને રસ્ત શરૂ થાય છે. પહાડ ઉપર ચડવા માટે સાંકડી પણ સુંદર સડક બાંધેલી છે. લાલવણ માટીથી કપડાં પણ રંગાઈ જાય છે. છ માઈલ ઉપર ચડ્યા પછી જુદી જુદી ટેકરીએ. ઉપર જતાં છ માઈલ થાય છે અને ઊતરતાં છ માઈલએમ મળીને કુલ ૧૮ માઈલનો પંથ કાપવાનો હોય છે. ઘટાદાર વૃક્ષોની શીતળ છાયા, સુગંધી પવન અને બરફ જેવા પાણીને લીધે માણસને થાક પણ ભુલાઈ જાય છે સો. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004878
Book TitlePurva Bharatni Jain Tirth Bhumio
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1951
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy