SearchBrowseAboutContactDonate
Page Preview
Page 61
Loading...
Download File
Download File
Page Text
________________ સમેતશિખર નથી. કાંચળી નામથી ત્યાં ગાળ માનવામાં આવે છે. સ્ત્રીઓ કદરૂપી-ભતી જેવી લાગે છે. માથું ઢકેલી કેઈ સ્ત્રીને તેઓ જુએ છે ત્યારે તેમને બહુ આશ્ચર્ય થાય છે. ત્યાંના ભીલે હાથમાં ધનુષ્ય અને બાણ લઈને ફરે છે.” આ પછી આગળ જતાં આ કવિઓએ આ રસાળ ભૂમિનું વાભાવિક વર્ણન કરી તે દેશમાં થતાં ફળ, ફૂલ અને ઔષધાદિ, પંખીઓ, પશુઓ, ઝરણુઓ વગેરેનું મનોહર વર્ણન કર્યું છે. સમેતશિખરની યાત્રાએ જનારાઓને તે સમયમાં પણ રાજાની સમ્મતિ મેળવવી પડતી હતી, એવું આ તીર્થમાળાઓ ઉપરથી જણાય છે. બંગાળમાં આવેલા ઝરિયા ગામમાં રઘુનાથસિંહ રાજા રાજ્ય કરે છે. તેના દીવાનનું નામ સોમદાસ છે. સમેતશિખરની યાત્રાએ જતાં જે કઈ યાત્રી અહીં આવે છે, તેની પાસેથી અડધો રૂપિયા લઈને તેને આગળ જવા દે છે. વચમાં દલાલે પણ ફર્યા કરે છે. તેઓ કહે છે કે, “શ્રી પાર્શ્વનાથના પાળેલા અમે રખવાળ છીએ, તમે સંઘ લઈને આવ્યા છે માટે જે કંઈ લાવ્યા છે તે અમને આપે.” આગળ જતાં આ કવિ જણાવે છે કે, કતરાસના રાજા કૃષ્ણસિંહ પણ દાણ લે છે. વળી, સમેતશિખરની તળેટીમાં રધુનાથપુરા ગામ છે. અહીં યાત્રાળુઓ એક વિશાળ વડની નીચે ઊતરે છે. અહીંથી બે ગાઉ સપાટ જમીન પર ચાલયા પછી પહાડને ચડાવ આવે છે, એમ પણ કવિએ જણાવ્યું છે. આ પછી કવિ આખી એક ઢાળમાં આ મનહર રસાળ Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004878
Book TitlePurva Bharatni Jain Tirth Bhumio
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1951
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy