SearchBrowseAboutContactDonate
Page Preview
Page 18
Loading...
Download File
Download File
Page Text
________________ શેઠ શ્રી. પુરુષોત્તમદાસના જીવનમાં એક બીના ખાસ ધ્યાન દેરે એવી અને આપણું બીજા લક્ષ્મીવંતએ દાખલ લેવા જેવી એ છે કે, તેઓ હમેશાં જૈન સમાજ, કેળવણીનાં તેમજ બીજાં ક્ષેત્રમાં આગળ વધતું રહે એવી ભાવના સેવતા રહ્યા છે અને એ રીતે તે તે ક્ષેત્રમાં પિતાના ધનને એમણે સવ્યય કર્યો છે અને હજુ પણ કરી રહ્યા છે. અત્યારે જૈન સમાજને બીજા સમાજોની હરેનમાં રાખવા માટે આવા પ્રયત્ન કરવાની ખૂબ જરૂર છે, અને તેથી આવી દીર્ઘ દૃષ્ટિ રાખવા માટે શેઠ શ્રી. પુરુષોત્તમદાસભાઈને ધન્યવાદ ઘટે છે. તેઓએ પચીસ હજાર રૂપિયા ખરચીને પિતાના વતન ધ્રાંગધ્રામાં, પિતાના માતુશ્રી ઉજમબાઈને નામે, જૈન શ્રાવિકાઉપાશ્રયનું મકાન બંધાવી આપ્યું છે. ધ્રાંગધ્રામાં (દેરાસરમાં) સ્નાનગૃહની અગવડ હતી તે પણ તેમણે એક હજાર રૂપિયાના ખર્ચે દૂર કરી દીધી હતી. મુંબઈની શ્રી. જીવદયા મંડળીના અને શ્રી મહાવીર જૈન વિદ્યાલય જેવી કેળવણીની સંસ્થાના તેઓ પેટ્રન છે, અને વિદ્યાલય સારી રીતે પ્રગતિ સાધે તે માટે ખૂબ રસ લઈ રહ્યા છે. કાંદીવલી (મુંબઈ)માં પિતાના બંગલામાં તેમણે આદર્શ જેન ગૃહમંદિરની સ્થાપના કરી પિતાની પ્રભુભક્તિને મૂર્તરૂપ આપ્યું છે. જરૂરિયાતવાળા વિદ્યાર્થીઓને સ્કોલરશિપ આપવામાં અને બીજાઓને ગુપ્ત મદદ આપવામાં શેઠશ્રીને ભારે રસ છે. તેઓ પિતાના નામની જાહેરાતથી હમેશાં અળગા રહીને સાદાઈ, ધાર્મિકવૃત્તિ અને નિરભિમાનપણે પિતાને જે કંઈ કરવા જેવું લાગે તે કાર્યમાં ઉદારતાપૂર્વક ધનને ઉપયોગ કરે છે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004878
Book TitlePurva Bharatni Jain Tirth Bhumio
Original Sutra AuthorN/A
AuthorJayantvijay
PublisherYashovijay Jain Granthmala
Publication Year1951
Total Pages192
LanguageGujarati
ClassificationBook_Gujarati & Tirth
File Size14 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy