________________
હટ
મહાવીર સ્વામી પછી બીજા સૈકામાં બાર દુકાળી પૂરે થવા આવ્યો તે વખતે પાટલી પુત્ર ( હાલ પટણા કહે છે તે )માં એક કાઉન્સીલ (સભા) થઈ. આ કાઉન્સીલમાં ૧૧ અંગ તથા ૧૪ પૂર્વના જાણનારા જૈન સાધુઓ ભેગા થયા હતા. અને તેમણે બધાએ મળીને ધારા ધોરણ બાંધ્યા હતા. ”
આ ઉપરાંત “ જેનેતર દષ્ટિએ જેન” નામક પુસ્તકના દ્વિતીય ભાગનાં પૃષ્ઠ ૧૨–૧૩ પર ડે. હર્મન જેકેબીની ન સૂત્રોની પ્રસ્તાવનાનું ભાષાંતર આપવામાં આવ્યું છે. તે આ પ્રમાણે --
સિદ્ધાંતને પ્રાચીનકાળ જે આચા–પિતાની શિષ્ય પરંપરાને પેઢી દર પેઢીએ લેખિત યા કથિત સિદ્ધાન્ત પાઠ સોંપતા ગયા હતા, તેઓએ તે (વિગતો) ને સિદ્ધાન્તની ટીકા ટિપ્પણી રૂપે અગર તો મૃલ સુદ્ધાંમાં પણ દાખલ કરી દીધી હોય તો તેમાં કાંઈ અસ્વાભાવિકતા નથી. પરંતુ સિદ્ધાન્તમાં એક મહવતાવાળી બાબત એ જણાય છે કે તેમાં કોઈ પણ સ્થળે ગ્રીક લેકના ખગેલ શાસ્ત્રની ગંધ સરખી જોવામાં આવતી નથી. કારણકે જેન તિષ શાસ્ત્ર તે, વાસ્તવિકમાં એક અર્થ રહીત અને અશ્રધેય કલ્પના માત્ર છે. તેથી આપણે અનુમાન કરી શકીએ છીએ કે–જૈન જ્યોતિષકારોને ગ્રીક જાતિના ખગોલ શાસ્ત્રની સહેજ પણ માહિતી હોત તો તેવું અસંબદ્ધ તેઓ જરૂર ન લખત. હિન્દુસ્તાનમાં ગ્રીકનું આ શાસ્ત્ર ઈ. સ. ત્રીજી અગર ચેાથી શતાબ્દિમાં દાખલ થયું હતું એમ મનાય છે, આ ઉપરથી આપણે એ રહસ્ય કાઢી શકીએ છીએ કે જૈનના પવિત્ર આગમો તે સમય પહેલાં રચાયાં હતાં.
જૈન આગમની રચનાના સમય નિર્ણય માટે બીજું પ્રમાણ તે તેની ભાષા વિષયક છે. પરન્તુ કમનસીબે હજી સુધી એ પ્રશ્નનું સ્પષ્ટ નિરાકરણ થયું નથી કે જેનાગ જે ભાષામાં અત્યારે આપણને ઉપલબ્ધ થયા છે તેજ તેની મૂલ ભાષા છે, અર્થાત જે ભાષાની સૌથી પ્રથમ સંકલના થઈ હતી. તેજ ભાષામાં અત્યારે આપણને ઉપલબ્ધ થાય છે, કે પાછલથી પેઢી દર પેઢીએ તે તે કાલની રૂઢ ( પ્રચલિત ) ભાષાનુસાર તેમાં ઉચ્ચારણ પરિવર્તન થતાં થતાં છેક દેવદ્ધિગણિના નવીન સંસ્કરણ વખતની ચાલુ ભાષાની ઉચારણ પર્વતની ભાષાથી મિશ્રિત થએલા આજે મળે છે? આ બે વિકપમાં મને તો બીજ વિક૯૫ સ્વીકરણીય લાગે છે; કારણકે–આગમની પ્રાચીન ભાષાને ચાલુ ભાષાની રૂઢિમાં ફેરવવાનો વહિવટ ઠેઠ દેવગિણિ સુધી ચાલુ રહ્યો હતો અને અંતે દેવગિણિના સંસ્કરણેજ તે વહીવટનો અંત આણ્યો હતો. એમ માનવાને આપણને કારણુ મળે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org