________________
૮
આગમ સાહિત્યનું લખાણ કરવાની આવશ્યકતા હવે આવી પહોંચી છે. જે જેનાગમો-જૈન સિદ્ધાંતો લીપીબદ્ધ લખાયેલ હશે, તે શાસન ટકી શકશે એટલું જ નહિ પણ ચતુર્વિધ સંઘને ઉદ્ધાર પણ થશે. એમ ધારી પોતાની પાસે જે પૂર્વધર યુનિઓ હતા, તે સર્વને એકત્ર કરી પિતાને ઉદ્દભવેલા વિચારે કહી સંભળાવ્યા. બધા મુનિઓને સ્થળિભદ્રજીની આ વાત રૂચી તેથી તે સર્વ પૂર્વ ધારાએ ધુળિભદ્રની આગેવાની નીચે ૮૪ આગ લખી સુવ્યવસ્થિત સ્થાને રખાવ્યા.
આ હકીકત સપ્રમાણ અને વિશ્વાસપાત્ર માનવાને આપણને ઘણું કારણે મળી આવે છે. જેન, જેનેતર તથા સાહિત્યશોધકે અને સાક્ષરે પણ આ વાતને પુષ્ટિ આપે છે. આ વિષે આ નીચે દર્શાવેલા વિદ્વાનોના અભિપ્રાયો વધારે માર્ગદર્શક થઈ પડશે. “ જેન સાહિત્યનો સંક્ષિપ્ત ઈતિહાસ ના લેખક શ્રી. કે. દ. દેશાઈ બી. એ. એલ. એલ. બી. તે પુસ્તકની પૃષ્ઠ ૩૬-૩૭ માં મગધ સંઘ અને પાટલીપુત્ર પરિષદ ” એ મથાળા નીચે લખે છે કે –
વીરાત બીજી સદીમાં નંદરાજાના સમયમાં મગધ દેશમાં એક સમયે ઉપરા ઉપરી બાર વર્ષનો મહા ભીષણ દુષ્કાળ પડશે. તે વખતે શ્રમણ સંઘ માટે નિર્વાહની મુશકેલી ઉત્પન્ન થઈ; પરિણામે જ્ઞાન ધ્યાનની દશા વિલુપ્ત થવા લાગી; આથી સુજ્ઞ મુનિઓને વિચાર થયે કે હવે ધીરે ધીરે ધાર્મિક સાહિત્ય લુપ્ત થતું જશે, તેથી આપણે એક પરિષદુ મેળવવાની જરૂર છે, એમ ધારી પાટલીપુત્ર (પટણા )માં સંઘ મળે. તે વખતે જેને જેને જે જે યાદ હતું તે સર્વ એકત્રિત કરવામાં આવ્યું. આને મગધ સંઘ યાને પાટલિપુત્ર પરિષદ કહેવામાં આવે છે. આ વખતે આચારંગાદિ ૧૧ અંગે વ્યવસ્થિત કરવામાં આવ્યા, અને બારમું દષ્ટિવાદ નામનું અંગ પ્રાયઃ લુપ્ત થઈ ગયા જેવું હતું. જો કે સંઘે તેને એકત્ર કરવા માટે વિચાર્યું, પરંતુ આ વખતે ૧૪ પૂર્વધારી ભદ્રબાહુ સ્વામી નેપાલ દેશમાં “મહાપ્રાણ” નામના વેગનું ધ્યાન કરતા હતા, એટલે વિશેષ કાંઈ બની શકયું નહિ. આ સઘળાનું માન જ્ઞાન શિરોમણી શ્રી સ્થલીભદ્રજીને ઘટે છે, જેઓ મૂળ નાગર બ્રાહ્મણ અને નંદના મંત્રી સકડાલના પુત્ર હતા. તેમણે વીરાત્ ૧પ૬ માં દીક્ષા લીધેલી, અને શ્રી ભદ્રબાહુ પાસે દશ પૂર્વનું જ્ઞાન સંપાદન કરેલું. આ બધું શ્રીભદ્રબાહુના સ્વર્ગ ગમન વીરાત્ ૧૭૦ પહેલાં બન્યું.
વળી તેજ વિષયમાં અંગ્રેજીમાં છપાયેલ શ્રી ઉપાસક દશાંગ સૂત્રના કર્તા મી. હોલ તેજ સૂત્રની પ્રસ્તાવનામાં લખે છે કે –
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org