________________
ધર્મોનું સુંદર રીતે ખ્યાન કર્યું. આ પ્રવચનની જંબુકુમાર ઉપર સુંદર છાપ પાડી. સંસાર પર તેમને ઉદ્વેગ છૂટો. અને વૈરાગ્ય ભાવ પ્રગટ થયો. વ્યા
ખાનને અંતે જંબુકુમારે શ્રી સુધર્મ અણગારને હસ્તદ્વય જોડી વિનયપૂર્વક કહ્યું-પ્રભે! આપને ઉપદેશ મને રૂપ છે, તેને શ્રધ્યું છે, પ્રતિત આ છે, મારી દીક્ષા લેવાની તીવ્ર જીજ્ઞાસા છે, પણ મારા માતપીતાને પૂછીને હું તે પ્રમાણે કરીશ.” સુખ ઉપજે તેમ કરે” એટલા જ શબ્દો પ્રત્યુત્તરમાં શ્રી સુધર્મ અણુગારે કહ્યા. ત્યાંથી રથમાં બેસી શ્રી જબુકુમાર ગૃહ પ્રતિ વળી નીકળ્યા. રસ્તે જતાં રાજગૃહી નગરીના દરવાજામાં પેસતાં એકાએક તેપને એક જમ્બર અવાજ થયે, અને તેમાંથી છૂટેલે ગોળ પિતાના કર્ણ પાસેથી પસાર થયો. આ જોતાં જ જબુકુમાર ચમકયા, આશ્ચર્ય પામ્યા કે અહો, શું જીવનની અસ્થિરતા ! આ ગાળા મને વાગ્યું હોત તો આ ક્ષણે જ હું અવિરતિપણે મૃત્યુ પામત. એમ વિચારી તે પાછા ફર્યા અને પુનઃ શ્રી સુધર્મસ્વામી પાસે જઈ, બારવ્રત અંગીકાર કર્યો. તેમાં સર્વથા બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા લઈ લીધી. ત્યાંથી તેઓ ઘેર આવ્યા અને દીક્ષા માટે માતાપિતાની અનુમતિ માગી. માતાપિતાએ ઘણું સમજાવ્યા છતાં જબુકુમાર એકના બે ન થયા. તેવામાં જ પેલા આઠ શ્રેષ્ટિઓ ત્યાં આવી પહોંચ્યા. અને પોતાની પુત્રીઓના સગપણની વાત કરી શ્રીફળ ધર્યા. ત્યારે જ બુકુમારના માતાપિતાએ કહ્યું:-પુત્રનું સુખ જેવાના શુભ મનોરથ અમારા હૃદયમાં કયારનાયે વસી રહ્યા છે, પણ જબુકુમાર સંસારમાં રહેવા ઈચ્છતો નથી. માટે જે તમે તમારી પુત્રીઓને ભવ બગાડવા ઈચ્છતા હે, તે જ સગપણની વાત કરે. આ સાંભળી સર્વ શ્રેષ્ઠિઓ નારાજ થઈ ત્યાંથી ચાલ્યા ગયા અને પોતપોતાની પુત્રીઓને આ વાત કહી. ત્યારે તે સર્વ પુત્રીઓએ એવો જવાબ આપે કે –અમે મન, વચન, કાયાથી તે જંબુકુમારને જ વરી ચુકેલી છીએ, માટે હરકોઈ પ્રકારે અમને ત્યાં જ પરણું. અમે જંબુકમારને સમજાવી દીક્ષા લેતાં રોકીશું, તેમ છતાં તે નહિ જ રોકાય, તે અમે પણ તેમની સાથે દીક્ષા ગ્રહણ કરીશું. પુત્રીઓનું આવું વચન સાંભળી ફરી તે શ્રેષ્ટિઓ જબુકુમારને ઘેર આવ્યા, અને ઋષભદત્તને સગપણ માટે અતિ આગ્રહ કર્યો. સગપણ થઈ ગયું અને તરત જ લગ્ન લેવાયાં. ઉદ્દવિગ્ન ચિતે શ્રી જંબુકુમાર તે આઠ શ્રેષ્ઠિ કન્યાઓ સાથે પરણ્યો. લગ્નની પ્રથમ રાત્રિએ જંબુકમારની તે આઠે સ્ત્રીઓ સુંદર વસ્ત્રાભૂષણે સજીને જંબુકુમારને સંસારમાં રોકી રાખવા અનેક પ્રકારના હાવભાવ અને મિષ્ટ વચનોએ આકર્ષણ કરાવવા લાગી. પણ જેનું ચિત્ત આ બળતાં સંસાર સાગરમાંથી ઉદ્વેગ પામ્યું છે, જેણે સંસારને રાગ દુર્ગતિનું કારણ માન્યું છે, જેના હૃદયમાં આત્મિક પ્રકાશ અને નિષ્કામ વૃત્તિની ભાવના જાગી છે, તેવા જ બુકમારને આ સ્ત્રીઓ કોઈપણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org