________________
૬૮
મીજી પાટ પર જ ભુસ્વામી.
રાજગૃહિ નગરીમાં કાશ્યપ ગાત્રી હ ઋષભદાસ નામના એક મેટા ધનાઢય શેઠ રહેતા હતા. તેને “ર્ધારણી ” નામની પત્ની હતી. ઉભય ક્રૂપતી જૈનધર્મી હતી. સાંસારિક સુખા બેગવતાં એક દિવસની મધ્યરાત્રિએ ધારિણીએ સુદન એવું “ જંબુ ” નામનું વૃક્ષ જોયુ. ધારિણી આનંદ પામી અને આ વાત તેણે પેાતાના પતિ ઋષભદાસ શેઠને કહી. બ ંનેએ માન્યું કે આ સુસ્વપ્નના આધારે પેાતાને ત્યાં ઉત્તમ પ્રાપ્તિ પુત્ર રત્નની થશે. સુખપૂર્વક ગર્ભનું પ્રતિપાલન કરતાં અનુક્રમે સવા નવ માસે ધારિણીએ એક પુત્રના જન્મ આપ્યા. ખારમે દિવસે અશુચિ ટાળી જ્ઞાતિજનાને જમાડી સ્વપ્નાનુસાર તે માળકનું નામ “ જ મુકુમાર ’ પાડવામાં આવ્યું. અનુક્રમે બાલ્યાવસ્થા વિતાવી યુવાનાવસ્થા પ્રાપ્ત થતાં સુધીમાં જબુકુમારે સર્વ પ્રકારની વ્યવહારિક વિદ્યા સંપાદન કરી લીધી. તે સમયમાં શ્રી સુધર્મસ્વામી, શિષ્ય સમુદાય સાથે રાજગૃહિ નગરીના ગુણશીલ નામક ઉદ્યાનમાં પધાર્યા, અને તપ સયમની વૃદ્ધિ કરતા વિચરવા લાગ્યા.
ઉપર
આ વાત જબુકુમારે જાણી, તેથી તેમને શ્રી સુધસ્વામીના વદન કરવાની ઉત્કટ અભિલાષા થઇ, અને માતાપિતાની અનુજ્ઞા મેળવી અનેક પ્રકારનાં સુંદર વસ્ત્રાભુષણા પહેરી તેઓ વંદન કરવા માટે ચાલ્યા. રસ્તે જતા એક સ્થળે તેજ નગરની આઠ શ્રેષ્ઠિવની આઠ પુત્રીએ રાસ ક્રીડા રમી રહી હતી, તેવામાં તે આઠે સખીઓની નજર આ સુસ્વરૂપવાન જ બુકુમાર પડી અને તેએ મેાહ પામી; તેજ સ્થળે તે બધી સખીઓએ અરસપરસ નિય કર્યા કે આપણે પરણવું તે ફક્ત આ દિવ્ય દેખાતાં જ બુકુમારને જ આમ પ્રતિજ્ઞા કરી તેએએ ઘેર આવી પાત પેાતાના માતાપિતાને કહી દીધું કે અમે આ ભવમાં ફક્ત ઋષભદત્તના પુત્ર જ મુકુમારને જ પરણવા માટે નિશ્ચય કર્યો છે, એ સિવાયના અન્ય પુરુષા અમારે પિતા અને ભાઈ સમાન છે. પેાતાની પુત્રીઓની આ પ્રતિજ્ઞા અનેજ બુકુમારની બુદ્ધિ, ચાતુર્ય, રૂપ અને ગુણ એ સર્વ જોઇ તે શ્રેષ્ઠિવાને પણ તે વિચાર અનુકૂળ લાગ્યા. તરત જ તેઓ આઠે જણા શ્રીફળ લઇ પાતપેાતાની પુત્રીનુ સગપણ કરવા માટે ઋષભદત્ત શેઠને ઘેર આવ્યા.
..
આ તરફ જ બુકુમાર ગુણશીલ ઉદ્યાનમાં શ્રી સુધ સ્વામી પાસે ગયા અને વંદન કરી ધર્મોપદેશ સાંભળવા બેઠા. સુધર્મસ્વામીએ જ બુકુમારાદિ પિષમાં આવેલા અનેક મનુષ્યાને ધનુ યથાર્થ સ્વરૂપ સમજાવ્યું. તેમાં સંસારની અસ્થિરતા સાથે આગાર ધર્મ અને અણુગાર ધર્મ એ બે પ્રકારના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org