SearchBrowseAboutContactDonate
Page Preview
Page 68
Loading...
Download File
Download File
Page Text
________________ પ પ્રભુ મહાવીરના પરિવાર ભગવાન મહાવીરના સૌથી પહેલા શિષ્ય શ્રી ઇન્દ્રભૂતિ “ ગૌતમ ગણ ૩૦૦ પર ના નામથી સુપ્રસિદ્ધ છે. તેમનું ગેાત્ર ‘ ગૌતમ ’ હેાવાથી તેઓ “ ગૌતમ સ્વામી ” કહેવાતા. તે ગીતમાદિ ૧૧ ગણધરા હતા. જેએના નવ ગચ્છ (ગણુ) કહેવાતા. ભગવાન મહાવીરના દીક્ષિત પરિવારમાં ધન્ના અણુગારાદિ ૧૪૦૦૦ સાધુઆ, અને ચંદનબાળાદિ ૩૬૦૦૦ સાધ્વીએ વિદ્યમાન હતા. તેમાં ७०० સાધુઓ અને ૧૪૦૦ સાધ્વીએ કૈવલ્યજ્ઞાની થયા હતા. ૧૩૦૦ અધિજ્ઞાની, ૫૦૦ મનઃપÖવજ્ઞાની, ૭૦૦ વૈક્રિય લબ્ધિ ધારક સાધુઓ, ૪૦૦ વાદી, ઐાદપુર્વ ધારી સાધુએ હતા. ગૃહસ્થ શિષ્યામાં ( મારવૃત્તધારી ) એક લાખ ઓગણસાઠ ૧૫૯૦૦૦ શ્રાવકા અને ત્રણ લાખ અઢાર હજાર ૩૧૮૦૦૦ શ્રાવિકાઓ તેમના અનુયાયીઓ થયા હતા. જેએ સભ્યધારી હાવાથી જઘન્ય ત્રીજે ભવે અને ઉત્કૃષ્ટ પંદરમે ભવે અવશ્ય મૈાક્ષ જવાના. આ ઉપરાંત તેમના ક્રોડા શ્રાવકે અનુયાયીઓ હતા. ܕܐ મગધદેશના મહારાજા શ્રેણિક ( મિસ્ટિસાર) કે જે પ્રથમ ઐાધમી હતા, તે અનાથી મુનિના ઉપદેશથી જૈન થયા હતા. અને પ્રભુ મહાવીરના તે પરમ ભક્ત હતા. તેના પુત્ર અજાતશત્રુ ઉર્ફે કાણિક ઘણા નિર્દય હતા. તેણે રાજ્ય લેવાના લેાલે, પૂર્વ ભવના વૈરને લીધે યુવાન ઉંમરે પહેાંચતા પેાતાના પિતા મહારાજા શ્રેણિકને પિંજરામાં પૂર્યા હતા; અને પાછળથી સદ્દબુદ્ધિ આવતાં (પૂર્વ વૈર સમાવાથી ) તે પેાતાના પિતાને જેલ મુક્ત કરવા જતા હતા; પરંતુ મહારાજા શ્રેણિકે ધાર્યું કે આ નિર્દય પુત્ર મારૂં જેલ જીવન પણ સાંખી શકતા ન હાવાથી મને મૃત્યુવશ કરવા માટે જ આવે છે, એમ ધારી તેણે પાતે પોતાના હાથથી જ હીરા ચુસી જીવનનેા અંત આણ્યા અર્થાત્ મૃત્યુ પામ્યા. આથી કાણિકને ઘણેા પશ્ચાતાપ થયે; આ અધિકાર જૈનાગમના નિચાવલિકા ’સૂત્રમાં વિસ્તારપૂર્વક આપવામાં આવ્યે છે. પાછળથી કાણિક પ્રભુ મહાવીર પાસે ગયા, અને પેાતાની ભૂલ બાબત પશ્ચાત્તાપ કર્યા અને ત્યારથી તે જૈનધર્મોના રાગી અન્ય. આ વિષયમાં “ પ્રાચીન ભારત p ના ઇતિહાસ કર્તા ૫. હરમંગલ મિશ્ર એમ. એ લખે છે કેઃ— “ જિસ સમય મહાવીર આર ગૈાતમબુદ્ધ અપના અપના નયા મત ભારમે કૈલા રહે થે–મગધ મે શિશુનાગ વશકા રાજા મિમ્મિસાર સિંહાસન પર થા. મિમ્મિસારને વિશાલિકે લિચ્છવી રાજા ( ચેટક) કી બેટી બ્યાહીથી. જિસસે કિ ઉસ અજાતશત્રુ ( કુણિક ) નામ એક પુત્ર ઉત્પન્ન હુઆ. મમ્મૂસારકી દુસરી રાની કાશલકે રાજા પ્રસેનજિતકી મહિન થી. ખિમ્મિસાર ને Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy