________________
કેટલાક મતવાળાઓ એમ પ્રરૂપે છે કે પ્રથમ પરિવ્રાજક મત, તથા સાંખ્ય મત હતો અને જૈનધર્મ તો તેઓની પશ્ચાત નીકળે છે. એમ કહે છે કે કેમ? જૈનધર્મ તો અનાદિ છે પરંતુ આ અવસપિણી કાલમાં પ્રથમ જૈન ધર્મના સ્થાપક શ્રી ભદેવ સ્વામી થયા છે અને તેમના દીકરા ભરત મહારાજા ચક્રવતી થયા અને તેમના પુત્ર મરીચિ હતા, તેમણે ત્રઇષભદેવ સ્વામી સંઘાતે દીક્ષા લીધી પણ દીક્ષા નહી પાળી શકવાથી ત્રિદંડ ગ્રહી, વસ્ત્રો ફેરવી પરીવ્રાજકપણું અંગીકાર કર્યું. ત્યાંથી પરિવ્રાજક મત ચાલે છે. અને તે મરીચિને શિષ્ય કપિલમુનિ થયા અને તેને શિષ્ય આસુરી થયા, અને તે સિવાય બીજા અનેકને પણ તેમણે પોતાના પંથમાં લીધા. કપિલ મરીને પાંચમાં દેવલોકમાં દેવતાપણે ઉત્પન્ન થયે ત્યાં રહ્યા થકા પણ તેણે પોતાના મતવાળાઓને તત્ત્વજ્ઞાન સંભળાવવા વિચાર કર્યો, તેથી કપિલ દેવતાએ આકાશમાં પંચવણના મંડલમાં રહી આસુરીને તત્ત્વજ્ઞાનનો ઉપદેશ કર્યો, જેથી “ષષ્ટીતંત્ર” શાસ્ત્ર આસુરીએ રચ્યું, અને એ આસુરીના સંપ્રદાયમાં “નામીશંખ” નામે આચાર્ય થયા, ત્યારથી એ મતનું નામ સાંખ્યમત પ્રસિદ્ધ થયું, તે મત સ્થપાયા પછી તે મતના ભગવદ્દગીતા, શ્રીમદ્દ ભાગવતાદિ અનેક પુસ્તકે રચાયા છે.
સાંખ્ય મતનું સ્વરૂપ આ સાંખ્ય દર્શનના મૂળ સ્થાપક કપિલ નામે મુનિ છે, તે દશનમાં બે મત છે. કેટલાએક ઈશ્વરને માને છે, તે “સેશ્વર સાંખ્ય” કહેવાય છે, અને કેટલાએક ઇશ્વરને માનતા નથી તે “નિરીશ્વર સાંખ્ય” કહેવાય છે. નિરીશ્વર સાંખ્યવાલા પિતાને આચાર્ય તેજ નારાયણ છે, એમ માની તેને વિષ્ણુ પ્રતિષ્ઠા કારક, ચૈતન્ય ઈત્યાદિ શબ્દથી ઓળખે છે. આ સમર્થ દર્શનના પ્રવર્તક કપિલ, આસુરી, પંચશિખ, ભાર્ગવ, ઉપૂલુક આદિ થયા છે. તે ઉપરથી સાંખ્યો કપિલ કહેવાય છે, તેમજ કપિલનું બીજું નામ પારમષી છે, તે ઉપરથી તેઓ “પારમષ” પણ કહેવાય છે.
આ રસેશ્વર અને નિરીશ્વર અને પ્રકારના સાંખ્ય ઈશ્વરને માનવામાં અને નહિ માનવામાં જુદા પડે છે, પણ તેઓના તત્ત્વની વ્યવસ્થા તો એક જ છે. તેઓ મુખ્યત્વે કરીને પચીશ તેવું માને છે. પ્રત્યેક મનુષ્યને ત્રણ પ્રકારના દુઃખમાંથી મુકત થવાની ઈચ્છા થાય છે, અને તે મુકત થવા માટે જિજ્ઞાસા પેદા થાય છે.
ત્રણ પ્રકારના દુ:ખ તે ૧ આધ્યાત્મિક, ૨ આધિદૈવિક અને ૩ આધિભૌતિક-આધ્યાત્મિકના ૧ શારિ૨ અને ૨ માનસ, એમ બે પ્રકાર છે. વાત, પિત્ત અને કફના વૈષમ્યને લીધે આત્મા–દેહમાં-જવર, અતિસારાદિથી જે દુઃખ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org