SearchBrowseAboutContactDonate
Page Preview
Page 36
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૧ “ઈન્ડીયન રિવ્યુ ”ના સને ૧૯૨૦ ઓકટોબરના અંકમાં મદ્રાસ પ્રેસીડેન્સી કોલેજના ફિલસીના છે. પી. એ ચક્રવતી એમ. એ. એલ. ટી. એ આપેલા “જૈન ફિલોસોફી” નામક આટીકલને ગુજરાતી અનુવાદ “મહાવીર” પત્રના પિોષ સુદિ ૧ વીર સં. ૨૪૪૮ ના અંકમાં છપાયે છે તે નીચે પ્રમાણે– ૧ ધર્મ અને સમાજસુધારણામાં જૈનધર્મ બહુ અગત્યનો ભાગ ભજવી શકે છે, કારણ આ કાર્ય માટે તે ઉત્કૃષ્ટ રીતે લાયક છે. ૨ આચાર પાલનમાં જૈનધર્મ ઘણે આગળ વધે છે, અને બીજા પ્રચલિત ધર્મોને સંપૂર્ણતાનું ભાન કરાવે છે. કેઈ ધર્મ માત્ર શ્રદ્ધા (ભક્તિ ) ઉપર, તો કઈ જ્ઞાન ઉપર અને કઈ માત્ર ચારિત્ર ઉપર જ ભાર મૂકે છે, પરન્તુ જૈન-ધર્મ એ ત્રણેના સમન્વય અને સહાગથી જ આત્મા, પરમાત્મા થાય છે. એમ સ્પષ્ટ જણાવે છે. ૩ ત્રાષભદેવજી આદિ જિન “આદીશ્વર ” ભગવાનના નામે પણ ઓળખાય છે. સર્વેદની સૂકિતમાં તેમનો “ અહંત ” તરીકે ઉલ્લેખ થયેલ છે. જેને તેમને પ્રથમ તીર્થકર માને છે. ૪ બીજા તીર્થકરે બધા ક્ષત્રિય જ હતા. જૈનેતર લેકે રાષભદેવ પ્રભુને આટલે અંશે માને પૂજે છે તે પછી જૈને તે પિતાના પ્રથમ જ થએલા તીર્થકરને માને પૂજે તેમાં શું આશ્ચર્ય ? તે ત્રાષભદેવ પ્રભુ આ અવસપિણીના ત્રીજા આરાને છેડે નાભિરાજા નામના સાતમા કુલકર થયા. તે સમયે તૃતીય આરાના ચૌરાશી લાખ પૂર્વ અને ત્રણ વર્ષ સાડા આઠ માસ બાકી રહ્યા ત્યારે સર્વાર્થસિદ્ધ મહા વિમાનથી ચ્યવી નાભિરાજાને ઘેર સુશીલ ધર્મપત્ની શ્રી મરૂદેવીજીની કુક્ષીએ આવી ઉત્પન્ન થયા. સવા નવ માસે પુત્રને જન્મ થયે. માતાજીએ ચૌદ સ્વમ દેખેલાં, તેમાં પ્રથમ વૃષભનું સ્વમ દેખવાથી પુત્રનું નામ “sષભદેવ ” પાડયું, તે વખતના ચુગલીયા મનુષ્ય ફક્ત ક૯પ વૃક્ષોના ફલલે ખાઈ આજીવિકા ચલાવતા હતા. (તે ફલકુલ અત્યન્ત રસવાલા અને સુસ્વાદુ હતા કે જેનાથી તેઓ સંતેષ પામતા અર્થાત્ સુધાને સમાવતા હતા.) 2ષભકુમાર વીસ લાખ પૂર્વ સુધી કુવરપણે રહ્યા, તે સમયે કલ્પવૃક્ષમાંથી ઈચ્છિત ફળે જે મળતા હતા તે કેમે કમે કમી મળતા અને છેવટે બહુ જ કમી મળવા લાગ્યા, તેથી યુગલીયા મહામહે બહુ જ લડી પડતા અને તેની ફરીયાદ નાભિરાજા પાસે આવીને કરતા. તેથી તેઓને સમજાવી નાભિરાજા કજીયે પતાવતા; પરન્તુ યુગલીયાઓની ફરીયાદ દિનપ્રતિદિન વધવા લાગી આથી નાભિરાજા કંટાળ્યા. અને તે કામ તેમણે ઋષભકુમારને સોંપ્યું. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy