________________
૨૭૦
ઉન્નતિ કરવા તરફનું દુર્લક્ષ્ય, નકામા ખર્ચે, પરસ્પર સાધુ સમાજના ઐયની ખામી, સાધુ ભક્તિમાં ન્યૂનતા, ધર્માભિમાનમાં ન્યૂનતા, વગેરે કારણોથી જન ધમની ઉત્તરોત્તર અવનતિ થતી રહી છે. ઘણું ગચ્છના જૈનાચાર્યોએ પરસ્પરના ખંડન મંડનમાં પિતાની શકિતનો હાસ કર્યો છે, અને તેથી જ પ્રત્યેક ગચ્છમાં પોતપોતાની માન્યતા કે પરંપરા પ્રબળ બની છે, અને સામાની–અન્ય ગ૭ની માન્યતા, વિરુદ્ધની-મિથ્યાત્વ તરીકે ની મનાઈ રહી છે. જેના પરિણામે સૌ કઈ પિતાના રક્ષણ અને અન્ય ગચ્છને હઠાવવાનો ઉપદશ આપી સંગઠ્ઠન શક્તિનો વિનાશ નોતરે છે, જેને પરિણામે, આ તકનો લાભ અન્ય સમાજે જેમ અગાઉ પગપેસારો કર્યો, તેમ અત્યારે પણ જેને શું કે જેનેતર શું પ્રત્યેક સમાજ પોતપોતાની પ્રવૃત્તિઓ આગળ ધરી જૈનધમીઓને ધર્માન્તર કરાવવા લક્ષ આપી રહ્યા છે; જેથી સ્વધર્મ પ્રત્યેની ઉંડી ભાવનાને અંગે અનેક જૈનીએ દિન પ્રતિદિન જૈનેતર ધર્મ તરફ ઘસડાઈ રહ્યા છે, તે અતિ ખેદની વાત છે. વર્તમાન જૈન સમાજ, આ તરફ સંપૂર્ણ લક્ષ આપી ધાર્મિક પ્રગતિ કરવા ઉચિત પ્રયત્ન સેવે, તો નિશંસય જેનોની પૂર્વકાળની જાહેરજલાલી સંપૂર્ણતઃ નહિ, તે વિશેષાં પણ હસ્તગત કરવા આપણે ભાગ્યશાળી થઈ શકીયે.
જેનેની ચડતીના ઉપાયો – પ્રથમ તો પક્ષપાત રહિત ગીતાથી સાધુએ અને શાસન હિતચિંતક શ્રાવકના સહકારે વ્યવસ્થિત યોજનાઓ કરી દરેક સ્થળે ગુરુ કળા અને પાઠશાળાઓ સ્થાપિત કરવાની ગોઠવણ થવી જોઈએ. ગામોગામ, શહેરે શહેર કે ખૂણે ખાંચરે વસતાં પ્રત્યેક જૈનનું વસતીપત્રક કરી, પ્રત્યેકને જૈનધર્મનું સામાન્ય જ્ઞાન મળે એ ઉપદેશ ફેલાવવા, યોગ્ય પ્રબંધ કરવો જોઈએ. સમસ્ત ભારતવર્ષમાં પ્રીસ્તી પ્રજાની જેમ જૈન ધર્મના પ્રચાર થાય, એવી જનાએ કરીને તેને આચારમાં મૂકવા દરેક જૈને આત્મભેગ આપ જોઈએ. દરેક ગ૭ના આગેવાન સાધુઓએ પરસ્પર સંપ અને ઐકય જળવાઈ રહે તેવા પ્રયત્નો હરહંમેશ ચાલુ રાખી કલેશ ઉદ્દભવવા ન પામે તે પ્રતિ ખાસ લક્ષ રાખવું જોઈએ, અને દર વર્ષે કે બે વર્ષે સંપ્રદાયના સાધુઓનું સંમેલન મેળવી ઉન્નતિ માટે યોગ્ય નિયમો ઘડવા જોઈએ, અને તે પ્રમાણે વર્તન ચાલુ રાખવું જોઈએ, જૈન સાધુઓ, આખી દુનીયામાં ચાલતાં ધર્મોનું પૃથક્કરણ કરી શકે, અને જૈન ધર્મની સર્વ શ્રેષ્ઠતા સમજાવી શકે, તે માટે તત્ત્વજ્ઞાન માટેના ગ્રંથાની સગવડતા કરવી જોઈએ જેથી જ્ઞાન સાહિત્યમાં અભિવૃદ્ધિ થઈ જનતામાં જૈનત્વનો સુંદર પ્રચાર કરી શકે. સાધાળા સ્થાપી, અભ્યાસના સાધનો વધારી, દરેકને અભ્યાસની સગવડ કરી આપવી જોઈએ. અને અન્ય ગ૭ના સાધુ-સાધ્વીઓ સાથેના સં૫ ભર્યા વનને શિક્ષણ ઉત્તરોત્તર મળતું રહે, જેથી પરસ્પરનો વર્તાવ કદિ કલેશમય ન બનતા પ્રેમ ભર્યો રહી શકે. જૈન સાધુઓ પર જાહેરમાં નિંદા ન થાય, પરસ્પરમાં પણ નિંદા ન થાય, એ માટે સર્વ સંપ્રદાયના સાધુઓએ એકત્ર મળીને પ્રબંધ કરવો જોઈએ. અને તે માટે નિંદાયુક્ત પત્રિકાઓ આદિ છપાય નહિ, અને છપાય તો સંધ યોગ્ય તપાસ કરી તેના પ્રતિકાર કરે; એ જાતની વ્યવસ્થા કરવી જોઈએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org