________________
૨૫
ભુદરજી સ્વામીને બેસાડી અનશન તપ કર્યો અને સં. ૧૭૮૪ માં ફક્ત બેજ દિવસને સંથારે પાળી તેઓ સમાધિભાવે કાળ કરી સ્વગેર પધાર્યા.
પુજ્યશ્રી ભૂધરજી મહારાજ શ્રી સોજત (મારવાડ) ગામના રહિશ. તેમણે ધનધાન્યાદિ વિપુલ સામગ્રીનો ત્યાગ કરી પુ. શ્રી ધનાજી મ. પાસે સ. ૧૭૭૩ માં દીક્ષા લીધી અને અનેક શાસ્ત્રોનો અભ્યાસ કર્યો. તેમને મહાન પ્રભાવશાળી ૩ શિષ્ય થયા -૧ પુ. શ્રી જયમલજી મ. ૨ પુ. શ્રી રૂગનાથજી મ. = પુ. શ્રી. કુશલાજી મ. તે સિવાય બીજા કેટલાક શિષ્યો થયા હતા. પુ. શ્રી ભૂધરજી સ્વામીએ પોતાનું આયુષ્ય નજીક જાણી પિતાની પાટે શ્રી જયમલજી મ. ને સ્થાપી સં. ૧૮૦૪ માં બે દિવસના સંથારા બાદ કાળ કર્યો.
પુજ્યશ્રી જયમલજી મહારાજ રાજપુતાનામાં આવેલા “લાંબીયા ” ગામમાં મુથા કુટુંબના મોહનદાસ નામે એક શેઠ રહેતા હતા. તેમને મેમદે નામના પત્ની હતા. તેમનાથી આ
જયમલ” નામના પુત્રને જન્મ થયો. આ કુટુંબ પુર્વના પુત્રએ સુખી હતું છતાં વ્યાપારાદિ સર્વ પ્રવૃત્તિમાં આ પુત્રને જન્મથી જય પ્રાપ્ત થશે, તેથી પુત્રનું નામ “જયમલ” પાડયું. તેઓ સુસંસ્કારી અને બુદ્ધિશાળી હતા. યોગ્ય વિદ્યાભ્યાસ પૂર્ણ કરી તેઓ વ્યાપારમાં જોડાયા અને ૨૨ વર્ષની ઉંમરે તેમનું લગ્ન થયું. ત્યારબાદ મેડતાથી તેમના એક મિત્રને પત્ર આવ્યું કે અત્યારે અમુક જાતને વેપાર કરવાનો સારે ગ છે, તેથી દ્રવ્યપ્રાપ્તિ થવા સંભવ છે માટે જલદી આવશે. આથી “ શ્રી જયમલ” પોતાના એક નોકરને સાથે લઈ મેડતા ગયા અને મિત્રને ત્યાં ઉતર્યા.
તે સમયે પૂજ્યશ્રી ભૂધરજી મ. ત્યાં પધારેલા, તેમનું વ્યાખ્યાન સાંભળવા આ બંને મિત્રે ગયા. મહારાજશ્રીએ સંસારની અસ્થિરતા, બ્રહ્મચર્યનું સ્વરૂપ, અમૂલ્ય માનવદેહની પ્રાપ્તિ, અને કરવા યોગ્ય કાર્યોની સચોટ સમાલોચના કરી. જે જયમલજીના અંતરમાં રગેરગ ઉતરી ગઇ, ત્યાં જ તેમને સંસાર પર ઉગ થયે અને દીક્ષા લેવાનો નિશ્ચય પર આવી ભુદરજી સ્વામીને કહ્યું કે, મહારાજ ! મારે વિચાર અ૮૫ સમયમાંજ દીક્ષિત થવાનો છે, માટે મને બ્રહ્મચર્યની પ્રતિજ્ઞા આપ. આ સાંભળી મુનિશ્રીએ જયમલજીને તેના માબાપની અનુમતિ મંગાવવાનું કહ્યું ત્યારે જયમલજીએ કહ્યુંઃ મહારાજ ! માતાપિતા કે સ્ત્રી પુત્ર સૌ કઈ સ્વાર્થને આધિન છે; મારે તો મારા આત્માનું કેઈપણ પ્રકારે કલ્યા
જ કરવાનું છે, માટે કૃપા કરી મને બ્રહ્મચર્યને નિયમ આપો. આ સાંભળી પુજ્યશ્રીએ ઉતાવળ નહિ કરવા સમજણ આપી, પણ જયમલજીને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org