________________
૨૨૪
પુંજાજી સ્વામીના શિષ્ય હીરાજી સ્વામી થયા, તેમને ચાર શિષ્યો થયા. તે દેવસીસ્વામી, કુરજી સ્વામી, અમરચંદજી સ્વામી, અને લાલચંદજી સ્વામી તેમાં દેવસી સ્વામીના શિષ્ય આંબાજી સ્વામી કવિ થયા છે.
૫. જશાજી સ્વામીના શિષ્યો—ગોપાલજી સ્વામી, કરમચંદજી સ્વામી, દેવચંદજી સ્વામી, પ્રેમચંદજી સ્વામી, સામળજી સ્વામી, કાનજી સ્વામી, તપસ્વી ખીમાજી સ્વામી, કચ્છી ગુલાબચંદજી સ્વામી. થિરાજજી સ્વામી. જીવરાજજી સ્વામી, દેવરાજજી સ્વામી, રાજપાલજી સ્વામી, જેચંદજી સ્વામી. મુસલચંદજી સ્વામી. એ ૧૪ જસાજી સ્વામીનો પરિવાર સમજવો.
ડોસાજી સ્વામીના શિષ્ય કવિવર્ય ખેડાજી સ્વામી જેઓ સુકંઠી મહાત્મા કવિ હતા. અને તેમની વ્યાખ્યાન શિલી એવી તે રસપ્રદ હતી કે નિવડ હૃદયના મનુષ્યોને પણ સચોટ અસર કરાવી દેતી હતી. તેમના બોધથી કેટલાક વૈષ્ણવ કુટુંબ પણ જૈન ધર્મી બન્યા હતા. બીજા વર્ધમાનજી સ્વામી, દેવજી સ્વામી, તેમાં વર્ધમાન સ્વામીને એક ત્રીભોવનજી સ્વામી શિષ્ય થયા હતા. ઉપરોકત બીના આબાજી સ્વામી રચિત “ મહાવીર પછીના મહાપુરુષો” માંહેથી લખેલ છે.
ગાંડળ સંપ્રદાયમાં હાલ વર્તમાન કાળે મુનિ ૨૦ આયઝ ૬૬ કુલ ૮૬ ઠાણુઓ છે, તે કાઠીયાવાડમાં વિચરે છે–તેઓ અજમેર સાધુ સંમેલનમાં પધારી શકયા ન હતા.
૨ બરવાળા સંપ્રદાયની પાટાનુપાટપંડિતથી વનાજી સ્વામીના શિષ્ય પૂજ્ય શ્રી કાનજી સ્વામી બરવાળે પધાર્યા તેથી બરવાળા સંધાડ સ્થપાયો. ૧ પૂજ્ય શ્રી ધર્મદાસજી મહારાજ
૬ પૂ. કાનજી મહારાજ ૨ પૂ૦ મૂળચંદજી મ૦
૭ પૂ. રામછરખજી મ૦ ૩ પૂ. વનાજી મ૦
૮ પૂ૦ ચુનીલાલ મe ૪ પૂ. શ્રી પુરૂષોતમજી મ૦
૪ પૂ. કવિવર્યશ્રી ઉમેદચન્દ્રજી મ ૫ પૂ૦ વણારસીજી મ૦
૧૦ પૂ૦ મેહનલાલજી મ. હાલ વિદ્યમાન છે. બરવાળા સંપ્રદાયમાં–મુનિ-૪ આર્યાજી ૨૦ કુલ ૨૪ ઠાણું બિરાજે છે. બધા વૃદ્ધ હોવાથી અજમેર પધારી શક્યા ન હતા.
૩ પંડિત શ્રી વણારસી સ્વામીના શિષ્ય જેસંગજી સ્વામી તથા ઉદેસંગજી સ્વામી ચુડે ગયા, ત્યારથી ચુડાને સંધાડે સ્થપાયે ખરે, પરંતુ હાલ તે સંપ્રદાયમાં સાધુ બીલકુલ ન હોવાથી તે સંધાડ બંધ પડી ગયો છે.
૪ પંડિત શ્રી વીઠલજી સ્વામીના શિષ્ય ભુખણજી સ્વામી મોરબી પધાર્યા અને તેમના શિષ્ય પૂજ્ય શ્રી વસરામજી સ્વામી ધાંગધ્ર ગયા ત્યારથી ધ્રાંગધ્રા સંધાડે સ્થપાયે. તેમની પાટાનુ પાટે સામજી સ્વામી અને અમરસી સ્વામી, અને તેના શિષ્ય ન્યાલચંદજી થયા. તેના પછી તે સંપ્રદાય બંધ પડી ગયા. પરંતુ પૂજ્ય વસરામજી સ્વામીના એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org