________________
રહ
નીકળે. તે સંઘાણી સંપ્રદાયમાં શ્રી ગાંગજી સ્વામી, તેમના શિષ્ય જેચંદજી સ્વામી, ભાણજી સ્વામી, કાનજી સ્વામી વગેરે હતા, પણ હાલ તે સંઘાણી સંઘાડામાં કઈ સાધુઓ નથી, પરંતુ આર્યાજીનો સારો પરિવાર છે, જે કાઠીયાવાડમાં વિચરે છે.
પૂજ્ય શ્રી ડુંગરશી સ્વામી* ૬૨ વર્ષ દીક્ષા પાળી, સં. ૧૮૭૭ના શાક શુદિ પૂર્ણિમાએ ગેંડલમાં સંથારે કરી ૮૪ વર્ષનું આયુષ્ય ભેગવી સ્વર્ગવાસ પામ્યા.
તેમના શિષ્ય વીરજીસ્વામી, રવજીસ્વામી, રામચંદ્રજી સ્વામી થયા. તેમાં બેનો પરિવાર ચાલ્યા નથી. માત્ર રવજીસ્વામીને મેઘરાજજી નામના શિષ્ય થયા. મેધરાજજી સ્વમીના શિષ્ય ડાહ્યાજી સ્વામી થયા અને તેમની પાટે નેણશી સ્વામી થયા.
નેણશી સ્વામીને ૬ શિષ્યો થયા. ૧ નાગજી મ. ૨ ધરમશી મ. ૩ મુળચંદજી મ. ૪ આંબાજી મ. ૫ બીજા મોટા ધરમશી મ. અને ૬ મેઘજી મ. ઉપર જણાવેલા ૬ માં મૂળચંદજી મ. અને અંબાજી માં નો પરિવાર ચાલે છે.
અંબાજી સ્વામીના શિષ્યો -હેમચંદ્રજી મ. તથા ભીમજી મ. થયા. ભીમજી મ. ના ૩ શિષ્યો થયા. ૧ દેવરાજજી મ. ૨ નેણશી મ. ૩ હેમચંદજી મ.
હવે નાના નેણશી સ્વામીને ૭ શિષ્ય થયા. ૧ દેવચંદજી સ્વામી ૨ કાનજી સ્વામી. ૩ દેવજી સ્વામી. ૪ નારાયણ સ્વામી. ૫ મોહનજી સ્વામી. ૬ ખીમાજી સ્વામી રાધવજી સ્વામી.
તે સાત માંહેનાં કાનજી સ્વામીના શિષ્ય વાલજી સ્વામી થયા.
પૂ. દેવજીસ્વામીને પરિવાર–પૂ. દેવજીસ્વામીના શિષ્ય જેચંદજી સ્વામી, અને તપસ્વી શ્રી માણેકચંદજીસ્વામી.
તપરવી માણેકચંદજી સ્વામીના શિષ્ય જાદવજી સ્વામી, તેના શિષ્ય પુરૂષોતમ સ્વામી અને તેના બે શિષ્ય જે (૧) છગનલાલજી સ્વામી (૨) મુનિશ્રી.......
ચંદજીસ્વામીના શિષ્યઃ પુંજાજીસ્વામી, ભાણજીસ્વામી, ખેડાજીસ્વામી; ગોવિંદજી સ્વામી, ભીમજીસ્વામી, માંડણજી સ્વામી, નથુજી સ્વામી, દેવચંદસ્વામી અને પ્રાણલાલજી સ્વામી અને તેના શિષ્ય....
હેમચંદજી સ્વામીના બે શિષ્ય તે જેસંગજીસ્વામી તથા તેજસીસ્વામી : તેમાં જેસંગજી સ્વામીના બે શિષ્ય, મોરારજીસ્વામી ને સુંદરજી સ્વામી.
સુંદરજી સ્વામીના બે શિષ્ય તે ચત્રભુજજી સ્વામી ને ગીરધરજી સ્વામી તેમના એક શિષ્ય......
હવે નેણસી સ્વામીના ૬ શિષ્યો તે પૈકીના મુલચંદજી સ્વામીને પરિવારઃ કચરાજી સ્વામી, પુંજાજી સ્વામી, અને સાજી સ્વામી થયા.
* એ મહાપુરુષની અજાયબી ઉપજાવે તેવી એક વાત “સિદ્ધ પાહુડા ” નામક ગ્રંથમાંથી મળી આવે છે. તે ગ્રંથ પૂર્વધરોએ રચેલે કહેવાય છે. તેમાં લખ્યું છે કેપાંચમા આરામાં ૨૪૦૦ છો એકાવતારી થશે. તેમાં તે બધાના માતાપિતાના નામ ઠામ સહિત સવિસ્તર હેવાલ અપાયો છે. તેમાં એકાવતારીની સંખ્યામાં મહાપુરુષ શ્રી ડુંગરશી સ્વામીનું નામ આવે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org