SearchBrowseAboutContactDonate
Page Preview
Page 221
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦૬ જોઇને કહ્યું કે: દરવાજા પર એક મહાત્મા પુરુષ અન્ન જળનેા ત્યાગ કરીને એઠા છે; અને આખા દિવસ શાસ્ત્ર પઢયા કરે છે. સાંભળી બેગમે તે દાસીને કહ્યું: કે શા માટે ? તેને જોઇએ તે આપેા. ત્યારે દાસીએ કહ્યું:-બેગમ સાહેબા ! તે કાંઈ લેવા માટે ત્યાં બેઠા નથી; પરંતુ નવાબ સાહેબે તેમને પરહેજ કર્યો છે! તેથી તે અન્ન, જળનેા ત્યાગ કરી પ્રભુની ભક્તિ ર્યો કરે છે. આવા ચેાગી લેાકેાને સંતાપવાથી ફાયો થતા નથી. દાસીની આ વાત બેગમના હૃદયમાં ખરાખર ઉતરી ગઇ. અને જ્યારે નવાબે અંત:પુરમાં પ્રવેશ કર્યાં ત્યારે બેગમે કહ્યું:- ખાવિંદ ! સેવડાકુ સતાના અચ્છી માત નહિ હૈ, કાં કિજખ એહિ કાપેગા, તમ અપના સબ સુખ નષ્ટ હા જાયગા ! ઇસલીયે ઉનકે પામે પડકર ઉનકા છેડ દે, ” ઉપર્યુક્ત બેગમનું વચન સાંખળી બાદશાહે “ લવજીમુનિ”ને છેડવાના હૂકમ આપી દીધા; એટલુંજ નહિં પણ બાદશાહે જાતે આવી તેમની ક્ષમા માર્ગો. અને કહ્યું કે આપ આપકા ધર્મકા પ્રચાર અચ્છી તરહસે કર સકતે હા....મેં કભી ખીચમે ન આવુંગા. આ પ્રમાણે નવાબ સાહેબે રજા આપી એટલે ત્યાંથી વિહાર કરી તેએ ‘લેાદરા’ઉપર થઈ અમદાવાદ પધાર્યા. અને ત્યાં ધર્મોપદેશ આપી ઘણા આશવાળાને ધમ પમાડયે. આ વખતે કાળુપુરના દશા પોરવાડ શ્રાવક સામજીએ વૈરાગ્ય પામી ૨૩ વર્ષની ઉંમરે તેમની પાસે દીક્ષા લીધી. એટલે હવે તેઓ ચાર ઠાણાએ થયા. શ્રીમાનૂ લવજીઋષિ અમદાવાદથી વિહાર કરી બુરાનપુર ગયા. તે વખતે લેાંકાગચ્છના શ્રાવકાએ વિચાર કર્યા કે લવજીઋષિના મેધથી આપણામાંના ઘણાખરા ખેંચાઈને તેમના નિવન પંથમાં ભળી જશે. માટે આપણે અગમચેતી વાપરીને સખ્ત દાખસ્ત કરવા જોઇ એ. એમ ધારી તેમણે પેાતાના સંઘ એકત્ર કર્યો અને લવજીઋષિના મતમાં ગયેલા શ્રાવકેાને ગચ્છ માર કરી તેમની સાથેના સર્વ વ્યવહારિક સબંધ તજી દીધા. વા. મા. શાહ જીજ્ઞાસુઓ કેવા આ સ્થળે વસ્તુસ્થિતિના ખરાખર ખ્યાલ આપતાં શ્રી. લખે છે કેઃ-ધર્મ કેવી મુશ્કેલીથી સચવાય છે. અને ખરા દૃઢ અને સહનશીલ હાય છે. તે જાણવાને આ અમૂલ્ય પ્રસંગ છે. દશહાર ઘર સામે શ્રીમાન લવજીઋષિના અનુયાયીએના માત્ર અલ્પ ઘરાજ હતા. તે પ્રખળ પક્ષે આ લેાકેાને એટલે સુધી પજવ્યા કે કુવા પરથી તેમને પાણી પણ ભરવા ન દેતા, એટલુંજ નહિ પણ ધેાખી, હજામ વગેરેને તેમનું કામ કરવાની મના કરવામાં આવી હતી! આવા કટોકટીના પ્રસગે પેલા અલ્પ ઘામાં જેઆ શ્રીમત હતા તેમણે બાકીનાને પૈસાની પૂરતી સહાય આપી. પરંતુ છેવટે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
JainGPT.orgInstagram
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy