________________
જેઓ હાલ વિદ્યમાન વિચરે છે. ઈતિશ્રી ગુજરાતી લંકાગચ્છ માટી (કેશવજી) પક્ષની પટ્ટાવલી સંપૂર્ણ. ગુજરાતી લૂંકાગચ્છ ન્હાની પક્ષની પટ્ટાવલી:
પાટ ૯ મી શ્રી જીવા ત્રષિ પાસે સં. ૧૬૦૨ના જ્યેષ્ઠ સુદિ પાંચમના રાજે અમદાવાદમાં શ્રી કુંવરજી વગેરે સાત જણે સાથે દીક્ષા લીધી હતી. શ્રી કુંવરજી ઋષિ બાલાપુર પધાર્યા ત્યારે ત્યાંના શ્રાવકેએ તેમને શ્રી પૂજ્યની પદવી આપી હતી. તેથી તેઓ ગુજરાતી લૂંકાગ૭ ન્હાની (કુંવરજી) પક્ષ તરીખે ઓળખાવા લાગ્યા.
પાર્ટ ૧૦ મી શ્રીમલજીઃ અમદાવાદ નિવાસી પોરવાડ, પિતાનું નામ થાવર શેઠ, માતા કુંવરબાઈ સં. ૧૯૦૬ ના મૃગશિર સુદિ પાંચમના રોજ છતી રિદ્ધિ ત્યાગી શ્રી જીવાજી કષિ પાસે દીક્ષા લીધી હતી. સં. ૧૯૨૯ના જયેષ્ઠ વદિ ૫ ના રાજ શ્રી કુંવરજી બાષિની પાટે બેઠા હતા.
એક વખત કઈ-કલેલ પાસે ગામ છે ત્યાં પધારી ઘણા જીવોને પ્રતિબેધ્યા; તે વખતે કેટલાક માણસેએ તેમના બધથી જૈન બની પોતાની ડેકની કંઠીઓ તોડીને કુવામાં નાખી, જેને લીધે હાલ પણ તે કુ કંઠીયો કુ” એવા નામથી ઓળખાય છે.
મચ્છુકાંઠા તરફ વિહાર કરી મોરબીમાં તેઓ પધાર્યા અને ત્યાં શ્રીપાળ શેઠ વગેરે ૪૦૦૦ ગૃહસ્થને પ્રતિબધી શ્રાવક કર્યા.
પાર્ટ ૧૧ મી શ્રી રત્નસિંહજી; હાલાર પ્રાંતના નવાનગર (જામનગર)ના રહીશ, વીશાશ્રીમાલી સેલાણી, સુરશાહ પિતા, વેવિશાળ કરેલી પોતાની પત્ની શીવબાઈને ઘેર જઈ તેણીને ઉપદેશ આપી વૈરાગ્ય પમાડી અગ્યાર વર્ષની ઉંમરે દીક્ષા લેવરાવી અને પોતે પણ સં. ૧૬૪૮માં દીક્ષા લીધી. શાસ્ત્રને સારો અભ્યાસ કરવાથી સં. ૧૬૫૪ માં ગુરૂ શ્રી મલ્લજીએ તેમને પાટે બેસાડયા. તેમના શિષ્ય સવજી તથા શીવજી વગેરે થયા હતા.
પાટ ૧૨ મી શ્રી કેશવજી ઋષિ, મારવાડના ધુમાડા ગામના રહીશ; ઓશવાલ, વિજયરાજ પિતા, જેવતબાઈ માતા, પૂજ્યશ્રી રત્નસિંહજી પાસે સાત જણ સાથે દીક્ષા લીધી. સં. ૧૯૮૬માં પાટે બેઠા પછી થોડે જ મહીને સંથારે કરી જેઠ સુદિ ૧૩ના રોજ કાળ કર્યો હતો. (આ કેશવજી ન્હાની પક્ષના સમજવા)
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org