________________
૧૭૯ લાગ્યો. તે પુત્ર ઘણે ચતુર હતું. યથાયોગ્ય વ્યવહારિક વિદ્યાની સાથે તે જૈન શાસ્ત્રોને પણ અભ્યાસ કરવા લાગ્યું. તેને નાની ઉંમરથી જ વૈરાગ્યના અંકુર ફૂરેલાં. એવું કહેવાય છે કે તેમણે વિવાહ નહોતો કર્યો. ઘણા વખત સુધી ઘરમાં રહી તેમણે શ્રાવકના વ્રતનું પાલન કર્યું હતું અને સમરખેડા કે જ્યાં હાલ જંગલ છે ત્યાં એકાન્તમાં બેસીને ધ્યાન કરતા. થોડાંક વર્ષ પછી તેમણે ઘરને ત્યાગ કરી દીધો અને પછી બ્રહ્મચારી કે ત્યાગી મુનિ બન્યા અને મહારગઢ (ગ્વાલીયર સ્ટેટ) માં સ્થિરતા કરીને અધિક ધ્યાનાભ્યાસ કરવા લાગ્યા. આસપાસના પ્રદેશમાં વિચરી અધ્યાત્મ બોધથી તેમણે જૈન ધર્મના ઘણે પ્રચાર કર્યો હતો.
એમના શિષ્ય વિદ્વાન અને સુપ્રસિદ્ધ છે. તેમના અનુયાયીઓને તારણુતરણ સમાજ કહે છે. વર્તમાન સમયમાં તે સંપ્રદાયના મૂર્તિ જાપુર, બાંદા, મધ્યપ્રાંત, અને મધ્ય ભારત વગેરેમાં થઈને આશરે બે હજાર ઘરે છે. તેઓ “ચેત્યાલય” ના નામથી “સરસ્વતી ભવન ” બનાવે છે, વેદિ પર શાસ્ત્ર બિરાજમાન કરે છે. શાસ્ત્રની ભક્તિ કરે છે. શાસ્ત્રની સામે જિનેન્દ્ર દેવની ભક્તિ કરે છે. દિગંબર જૈન શાસ્ત્રો વાંચે છે, જિનેન્દ્રની પ્રતિમાને રાખવાને કે પૂજવાને રિવાજ નથી.
શ્રી તારણ સ્વામી પોતાના તારણું તરણુ શ્રાવકાચારના મૂળ ગ્રંથમાં લખે છે કે –ઉસ સમય અમદાવાદમેં વેતાંબર જૈનિચે કે ભીતર એક ઓંકાશાહ હુએ થે જિન્હોને ભી વિક્રમ સં ૧૫૦૮ મેં ઢુંઢીયા પંથકી સ્થાપના કી થી યે ભી મૂર્તિકો નહિ પૂજતે હૈ. શીખ ધર્મ કે સ્થાપક નાનક પંજાબમેં સન ૧૪૬૯ સે ૧૫૩૦ તક હુએ વ કબરશાહ ભી ઇસી સમય સન્ ૧૪૬ સે ૧૫૦૮ મે હુએ છે. ઈન સબેને મૂર્તિપૂજા કે અસ્વીકાર કીયા હૈ.
લકાગચ્છની વંશાવળી +
- પાર્ટ ૧ લી શ્રીભાણજીષિક-શિરોહી તાબાના અહટવાડાના રહિશ, જ્ઞાતે પોરવાડ વિક્રમ સં. ૧૫૩૧ માં છતી રિદ્ધિ ત્યાગીને ૪૫ પુરૂષ સાથે અમદાવાદમાં દીક્ષા લીધી.
૧ તારણ સ્વામીએ પણ મૂર્તિપૂજાને વિરોધ કર્યો હતો. તેમના ઉપદેશથી ૫૫૩૩૧૯ મનુષ્યોએ જૈન ધર્મનો સ્વીકાર કર્યો હતો. તેમણે ૧૪ ગ્રંથ રચેલા છે. તેમને સ્વર્ગવાસ મલહારગઢમાં વિ. સં. ૧૫૭૨ ઈ. સ. ૧૫૧૫ માં થયો હતો.
૨ ઢુંઢીયા=ઢંઢક–સત્ય શોધક - + પૂજ્ય શ્રી લક્ષ્મીવિજયજી ઉર્ફે લોકાશાહની પહેલી પાટે થયેલા શ્રી ભાણજી ઋષિથી તે હાલના શ્રી પૂજ્ય–શ્રીમાન ન્યાયચંદ્રજી (વડોદરા) તથા શ્રીમાન રૂપચં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org