________________
૧૭૭
તેઓ ધારતા કે અમુક સ્થળે અંધકાર છે ત્યાં પ્રકાશ થવો જોઈએ; તરતજ કઈ એવા ગાનુયોગે એ પ્રસંગ બનીજ આવતે અને લંકાશાહને ઉપદેશ
ત્યાં પહોંચી જતું. શ્રીમાન લેંકાશાહે તથા તેમના શિષ્યએ ઘણા દેશોમાં વિહાર કરી જાહેર રસ્તાઓ પર હિંમતપૂર્વક વ્યાખ્યાને આપી સત્યધર્મને વિજય વાવટે ફરકાવ્યો હતે.
તેમણે કેટલાં વર્ષ ચારિત્ર પાળ્યું તથા તેઓ કઈ સાલમાં, કયા ગામમાં, કાળધર્મ પામ્યા તે સંબંધીની પૂર્ણ માહિતી મળી શકી નથી, પરંતુ હું જ્યારે અજમેર સાધુ સંમેલનમાં ગયેલ, ત્યારે ત્યાં પૂજ્યશ્રી જયમલજી મહારાજની સંપ્રદાયના મુનિશ્રી મીશ્રીમલજી મહારાજ મને મળ્યા. આ સંબંધમાં પૂછતાં તેમણે કહ્યું કે:–અમારી પાસે હસ્તલિખિત મૂળ પટ્ટાવળી છે તેમાં લખ્યું છે કે – લંકાશાહને આશરે ચારસો શિષ્યો થયેલા, તે સર્વ શિષ્યોએ સર્વ સ્થળે ફરી પોતાના ગચ્છમાં આઠ લાખ શ્રાવકોની સંખ્યા કરી, જેથી ચિત્યવાસી યતિઓ ખીજાણુ થકા, તેમનું નિકંદન કાઢવા અર્થે અને તેમના સ્થપાયેલા મિશનને તેડી પાડવા માટે દિલ્હીમાં લાગવગ ચલાવી બાદશાહ પાસે ફરીયાદ કરી કે લંકાશાહ અને તેના સાધુઓ અમારો ધર્મ તોડી પાડવા માટે પ્રયત્ન કરે છે, માટે આપ જહાંપનાહ તેઓને બેલાવી બંનેના ધર્મની દલીલ સાંભળી ન્યાય આપવા કૃપા કરશે. આ પ્રમાણે અરજ કરવાથી બાદશાહે તેજ વખતે શ્રી લક્ષમીવિજય ઉર્ફે લંકાશાહને તથા તેમના કેટલાક વિદ્વાન ગણાતા શિષ્યોને અને તેમના અનુયાયી શ્રાવકોને બોલાવીને કહ્યું કે અમુક મુદતે બંને પક્ષવાળાઓએ પોતપોતાના ધર્મપુસ્તકો આદિ સામગ્રી લઈ હાજર થવું.
ઉભય પક્ષના સાધુ–પતિઓ મુદત સર દિલહીમાં આવ્યા અને ધર્મ ચર્ચા થઈ, તેમાં ફેંકાશાહે તે વખતે બહાદુરી બતાવી દયા ધર્મને કે વગાડ; પરન્તુ પાદશાહ ધર્માન્ત હોવાથી, અવળે ઉતરી ઉલટો હિન્દુ ધર્મને નાશ કરવા પ્રેરાય અને બંને ધર્મ વાળાઓને કાંઈ પણ ન્યાય આપ્યા વગર વિદાય કર્યો.
આ વખતે દીલ્હીના તખ્ત ઉપર “સીકંદર લોદી ” બાદશાહ હ. ઈતિહાસકારે તેનું વર્ણન કરતાં લખે છે. કેટ-ઇ. સ. ૧૪૧૮ વિક્રમ સંવત ૧૫૩૪ માં “ સીકંદર લોદી ” દીહીની ગાદી પર આવ્યો. એ બાદશાહ બહાદુર ને વિદ્વાન પણ ધમધ ને જુલ્મી હતો. તે મુસલમાને તરફ દયાભાવ ને ન્યાયથી વર્તતા ને હિંદુપ્રજા પર જુલ્મ કરતે. તેમનાં દેવળે ને મૂર્તિઓ તોડી તેમની ધર્મક્રિયા અટકાવતા. એ બાદશાહ ઈ. સ. ૧૫૧૬ સંવત ૧૫૭૨ માં મરણ પામ્યાથી તેનો દીકરો “ઇબ્રાહિમ ” પાદશાહ થયો.
૨૩
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org