________________
આશય હોય છે. પરંતુ આજકાલ ગચ્છ અને સંઘાડા માત્ર વાડા રૂપે જ થઈ પડયા છે. એક ગચ્છને ઉપદેશ બીજાથી જુદે ન હોઈ શકે. એક ગ૭ અમુક વિભાગ કે પ્રાંતમાં પહોંચી વળે, તે બીજે ગ૭ બીજા વિભાગમાં પહોંચી વળે, પરંતુ ગચ્છ, એક બીજાની નિંદા માટે–દણ માટે કે એક બીજાને ઉતારી પાડવા માટે વિરૂદ્ધ પ્રરૂપણ ન કરે, એક બીજાની હુંસાતુંસીમાં ન પડે, અને પ્રભુ મહાવીરના પવિત્ર મિશન–પવિત્ર શાસનને કલંક પહોંચાડવાનું કાર્ય ન કરે. ખેદ સાથે કહેવું પડે છે કે ધર્મમાં “ગર૭” નામની સંસ્થા અને વ્યવહારમાં “જ્ઞાતિ” કે “વર્ણ” નામની સંસ્થા આધુનિક જમાનામાં જ્યાં ત્યાં દોઢ ચતુર લોકોની બત્રીસીએ ચડી છે. ગરીબ બિચારી તે સંસ્થાઓને બેહદ અન્યાય આપવામાં આવે છે ! સ્વયં બુદ્ધ (?) થયેલા કેટલાક લોકો એ સંસ્થાના મૂળને કુઠારાઘાત પહોંચાડવામાં બહાદુરી સમજવા લાગ્યા છે. વાડા અને ગ૭ભેદના વાસ્તવિક અજ્ઞાનથી અર્ધદગ્ધ મનુષ્ય પવિત્ર સંસ્થાને સંહાર ઈચ્છી રહ્યા છે, એમની એ અજ્ઞાનતા ઉપર દયા ખાવા સિવાય અન્ય કેઈ ઇલાજ નથી. આ દશા સુધારવા માટે હમણુ કેઈ ન લેકશાહ થવાની
શ્રીમાન લંકાશાહે જૈનધર્મનું સ્વરૂપ નિહાળ્યું હતું, અન્યને તે ઉપદેશ્ય હતું અને એક દિવસ એ પણ આવવાને હતો કે તેમને તે ઉપદેશ માત્ર થોડાક સરકલ (કુંડાળું) માં વ્યાપી મરી ન જતાં, આખા દેશમાં વીસ્તરીને જીવંત રહેવાને સરજાયો હતો. તેથી તે ઉપદેશ ચેતરફ ફેલાવવા માટે વ્યવસ્થિત બંધારણસરનું એક મિશન (ગ૭) સ્થપાયું હતું. અને તેના અગ્રેસર આચાર્ય તરીકે શ્રીમાન લેકશાહ ન રહેતા તે સ્થાન તેમણે પોતાના પટ્ટશિષ્ય ભાણજી ઋષિને આપ્યું હતું.
આ મિશનના જન્મ ઘણુઓના હૃદયમાં અગ્નિદાહ જલા. ઘણાયે ચિત્યવાસીઓ આ મિશનના સ્થાપનારને તથા તેના અનુયાયીઓને (Followers) ગાળો આપી નિંદાથી નવાજવા લાગ્યા. અને તેમ બનવું સ્વાભાવિક હતું. કેમકે જોત જોતામાં તે મિશન હિંદના દરેક ભાગમાં ફેલાઈ ગયું અને થોડાં જ વર્ષમાં લગભગ આઠ લાખથી વધુ મનુષ્યો તેમાં સામેલ થયા. આવી અસાધારણ ફત્તેહ અસાધારણ ઈર્ષા ઉત્પન્ન કરે તેમાં નવાઈ પામવા જેવું પણ શું હતું !
આમાં આશ્ચર્ય એટલુંજ કે પૂજ્યશ્રી લંકાશાહે જે મિશન ચલાવ્યું તે, તે વખતના સખ્ત પ્રતિરોધ સામે પણ ટક્કર ઝીલી શકયું. એજ ચારિત્ર બળ, જાહેર હિંમત, સહનશીલતા, અને સત્ય ધર્મનો પ્રભાવ ! એ સિવાય બીજું શું માની શકાય? શ્રીમાન લંકાશાહ જે દઢ સંક૯પ કરતા અથવા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org