________________
૧૯૨
અગ્રેસરાએ તેમને પૂછયું મહાનુભાવ! મૂર્તિપૂજા તે પરંપરાથી ચાલી આવે છે. આપ તેનો નિષેધ કેમ કરે છે? તેનો ખુલાસો કૃપા કરીને આપશે તે ઉપકાર થશે.
લંકાશાહે કહ્યું:--જુઓ, મૂર્તિપૂજા શાસ્ત્રાનુસાર નથી તેનું કારણ – - ૧ ભગવાન મહાવીરે શ્રીઆચારાંગ; સુયગડાંગ, ઉત્તરાધ્યયન, દશવૈકાલિક કે ભગવતી આદિ નાગમમાં કોઈ સ્થળે મૂળ પાઠે કહ્યું નથી કે સાધુશ્રાવકે પ્રતિમાને પૂજવી; તેમ તેનું ફળ કઈ સ્થળે ઉપદેશ્ય નથી.
૨ રાજગૃહી, ચંપા, હસ્તિનાપુરી, દ્વારિકા, શ્રાવસ્તિ, તુંગીયા, અધ્યા વનિતા, મથુરા આદિ વર્ણવવામાં આવેલી અનેક નગરીઓમાં સ્થળે સ્થળે યક્ષ અને ભૂતના મંદિરનું વર્ણન કરવામાં આવ્યું છે, પરંતુ કયાંઈ તીર્થકરના દેરાની કે પ્રતિમાની વાત મૂળ પાઠ આવતી નથી. જે ખરેખર જિનમંદિરે કે જિન પ્રતિમાઓ હેત તો અવશ્ય તેનું વર્ણન આપવામાં આવ્યું હોત.
૩ શ્રી મહાવીરે અનેક શ્રાવકોનું વૃત્તાંત સૂત્રોમાં આપ્યું છે. તેમાં પ્રદેશી રાજાએ દાનશાળા મંડાવ્યાનું, શ્રેણિક રાજાએ અમારી પડહ ( જીવ હિંસા બંધ) વગડાવ્યાનું, શ્રીકૃષ્ણ ધર્મદલાલી કરી હજારે મનુષ્યોને દીક્ષિત બનાવ્યાનું વૃત્તાંત આપવામાં આવ્યું છે. પણ કોઈ સ્થળે દેરાંઓ બંધાવ્યાનું કે પ્રતિમા પધરાવ્યાનું વર્ણન નથી.
- ૪ શંખ, પોખલી, ઉદાયન, આણંદ કામદેવ આદિ શ્રાવકે અને અનેક ધર્મપ્રાણુ શ્રાવિકાઓને અધિકાર સૂત્રોમાં અપાય છે, પણ તેમાં મૂર્તિ પૂજ્યાને અધિકાર કયાંઈ દષ્ટિગોચર થતો નથી. હા, તેઓએ સુપાત્ર દાન દીધાં છે, અષ્ટમી, ચતુર્દશી કે પૂર્ણિમાના પોષધો કીધાં છે. અગીયાર પ્રતિમા (કડક નિયમો) આદરી છે. કે અનશન કર્યા છે, ઈત્યાદિ અનેક ધર્મપ્રભાવી બાબતોને ઉલ્લેખ કરાયો છે, કિંતુ પ્રતિમાને ઉલ્લેખ કરાયો નથી. જે તે વખતે પ્રતિમા હોત તે શું જ્ઞાનીઓ એ મહત્વની વાતને જતી કરે ખરા?
૫ વળી સર્વજ્ઞ તીર્થકરેએ શ્રાવકોના ઘરની અપાર રિદ્ધિ સિદ્ધિનું વર્ણન કર્યું છે. તે વખતે જે તેઓના ઘરમાં દહેરૂક કે પ્રતિમા હેત તો તેવું વર્ણન કરવાનું જ્ઞાનીઓ ચૂકે ખરા !
* આ સ્થળે મૂર્તિપૂજક જૈન આગમમાં આવેલા ચિત્ય શબ્દનો અર્થ જિનાલય કરી મૂર્તિપૂજા સ્થાપે છે. ચૈત્ય ” શબ્દમાંથી ઉપસ્થિત થતા અનેકાનેક અર્થોનું ખ્યાન કરતાં શ્રી. પંડિત બેચરદાસ જીવરાજ દોશી તેમના “જૈન સાહિત્યમાં વિકાર થવાથી થયેલી હાનિ ” નામક પુસ્તકમાં લખે છે કે
“ચૈત્ય’ શબ્દની મૂળ ઉત્પત્તિ, વ્યુત્પત્તિ, અને પ્રવૃત્તિ તરફ લક્ષ આપવામાં આવે તો જ તેનો ખરો અર્થ આપણાથી કળી શકાય તેમ છે. “ ચિતા, ચિતિ, ચિત્ય અને
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org