________________
વર્ષ પહેલા વિદ્યમાન હતા. અને જ્યારે પાણિની ઋષિએ શાકટાયનાચાર્યનું નામ પોતાના સૂત્રમાં દાખલ કર્યું છે ત્યારે સહજ રીતે સમજાય છે કે-શાકટાયનાચાર્ય પાણિની ત્રષિ કરતા સેંકડો વા હજારો વર્ષ પર વિદ્યમાન હોવા જોઈએ.
મદ્રાસ ઇલાકાની કોલેજના પ્રોફેસર મી. ગુસ્તાવ પટ લખે છે કેપાણિની મહર્ષિએ શાકટાયનાચાર્યને પ્રાચીન વ્યાકરણ કર્તા તરીકે લખેલા છે, તેમજ તેમનું (શાકટાયનાચાર્યનું) નામ કદ અને શુકલ યજુર્વેદની પ્રતિશાખાઓમાં અને યાસ્કના નિરૂક્તમાં પણ આવે છે.
બોપદેવ નામને ગ્રંથકાર પોતાના “કલ્પદ્રુમ ” નામના ગ્રંથમાં વ્યાકરણ કર્તાઓના નામે જે શ્લોક આપે છે. તે લોથી પાણિની વષિ પૂર્વે શાકટાયનાચાર્ય હતા એમ સિદ્ધ થાય છે.
ચંદ્રઃ રાત નાપિરા રાપટાથનાઃ | पाणिन्यमर जैनेन्द्रा, जयन्त्यष्टादश शाब्दिकाः ॥ १॥
આ લોકમાં પાણિની પૂર્વે શાકટાયનાચાર્યને સ્પષ્ટ રીતે જણાવ્યા છે. શાકટાયન, અમર, જૈનેન્દ્ર, સિદ્ધહેમ, બુદ્ધિસાગર, ચન્દ્રપ્રભા વગેરે વ્યાકરણેના બનાવનારા જૈનાચાર્યો છે. તેમાંના ઘણા હાલ મોજુદ છે. કાનડી ભાષામાં વ્યાકરણને પ્રથમગ્રંથ જેનોએજ રચ્યો છે. જે દેશમાં જે વખતે જે ભાષા ચાલતી હોય તે વખતે તેજ ભાષામાં ધર્મશાસ્ત્ર લખવાનો રિવાજ પહેલ વહેલે જેને લોકોએ અમલમાં આણેલે જણાય છે.
શાકટાયનાચાર્ય પિતાના વ્યાકરણમાં પાદના અંતે માત્રમાણે કૃતવ િફેરશીયાવાર્થસ્થ રામદાયનસ્થ તો લખે છે. આ લેખમાં “મહાશ્રમણ સંઘ અને શ્રુત કેવળી દેશયાચાર્યસ્ય' એ જૈનોના પારિભાષિક સંસ્કૃત ઘરગથ્થુ શબ્દો છે. તે ઉપરથી સિદ્ધ થાય છે કે શાકટાયનાચાર્ય જૈન હતા.
આ દાખલા ઉપરથી એટલું તો ચોક્કસ થયું કે પાણિની ઋષિ થયા તે પહેલાં જૈન ધર્મ હતો. પરંતુ તેથી પણ જૈન ધર્મ અનાદિ છે. કેમકે જેના શ્રી જબુદ્વીપ પ્રજ્ઞપ્તિ સૂત્રમાં છ આરાને અધિકાર કહેલ છે તેમાં પ્રત્યેક ત્રીજા-ચોથા આરામાં ચોવીસ તીર્થંકરો થાય છે અને તેઓ જૈન ધર્મને ઉદ્ધાર કરે છે. તે માટે વિશેષ સમજવા અર્થે
જન સાહિત્યનો સંક્ષિપ્ત ઇતિહાસ” જે સંવત. ૧૯૮ઢ્યાં છપાયેલ છે, તેના લેખક શ્રી, મેહનલાલ દલીચંદ દેસાઈ બી. એ. એલ. એલ. બી. પૃષ્ઠ ૫ થી ૮ માં “જિન તીર્થકર ” એ મથાળા નીચે લખતાં જણાવે છે કે – પ્રાચીન આર્યાવર્તમાં એવા અદ્દભુત મહાત્માઓ થયા છે કે જેમણે પોતાનાં
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org