SearchBrowseAboutContactDonate
Page Preview
Page 179
Loading...
Download File
Download File
Page Text
________________ ખબર હતી કે એક ન્હાનાશા ગામમાં જન્મ ધરી એક પ્રબળ ચોદ્ધો સમસ્ત આવર્તમાં સત્યધર્મના પડકારના આંદોલને જગાવશે ! કહેવાનું તાત્પર્ય એ કે-એક મધ્ય રાત્રીએ ગંગાબાઈએ શુભસૂચક એક સ્વપ્ન જોયું. જેમાં એક મહાન તેજસ્વી પુરુષ આકાશમાંથી ઉતરી ગોદમાં બેઠે અને અનેક પ્રકારની ધર્મ ચેષ્ટા કરવા લાગ્યા પછી તરતજ તે ગંગાબાઈના ઉદરમાં પ્રવેચેબસ, આ સ્વપને ગંગાબાઈના હૃદયમાં અનેક હર્ષ ઉર્મિઓ પ્રદીપ્ત કરાવી, સ્વપ્નની આ વાત તેણે પોતાના પતિ “હિમાભાઈ” ને કહી હેમાભાઈ બોલ્યા-ભદ્ર! આજે તમે ભાગ્યશાળી થયા છે. તમારું આ સ્વપ્ન ઉત્તમ પુત્રની પ્રાપ્તિ રૂપ છે. અને તે સ્વપ્નના ભાવ પરથી સમજી શકાય છે, કે ઉત્પન્ન થનાર પુત્ર મહાન પ્રતાપી અને ધર્મની વૃદ્ધિ કરનાર નીવડશે, માટે આનંદપૂર્વક ગર્ભનું પાલન કરજે. ગંગાબાઈના હર્ષને પાર ન હતે. આનંદી ચહેરે ગર્ભનું પ્રતિપાલન કરતાં અનુક્રમે સવા નવ માસ પૂર્ણ થયે વિક્રમ સંવત ૧૪૭૨ના કાર્તિક શુકલ પૂર્ણિમાની મધ્યરાત્રીએ, કૃતિકા નક્ષત્રના ચોગે તેમણે એક પુત્રરત્નને જન્મ આ. પુત્રજન્મની હેમાભાઈને વધામણી મળતાં તેમના ગાત્રે હર્ષથી પ્રફુલ્લિત બન્યાં. સુગંધ અને સેનાને મેળ સધા. થોડા વખત પહેલાં જેમને 1 x અમને મળેલી બે પાનાની અસલ પ્રત જે અત્રે છાપવામાં આવી છે તેમાં લોંકાશાહને જન્મ વિક્રમ સં. ૧૪૮ ૨ લખેલ છે, પરંતુ તેમાં ઇતિહાસ દૃષ્ટિએ એક દશકાની ભૂલ માલમ પડે છે. તેથી એતિહાસિક અનુસંધાને મેળવતાં ફેંકાશાહનો જન્મ વિ. સં. ૧૪૭૨ જોઈએ, જે આપણે તેમને જન્મ સં. ૧૪૮૨ માનીયે તે, “ગુજરાતને વાતરૂપ ઈતિહાસ લખનાર ડાહ્યાભાઈ પ્રભુરામ દવે લખે છે કે:–અહમદશાહ પછી તેને દીકરો મહમદશાહ ઇ. સ. ૧૪૪૧ વિક્રમ સં. ૧૪૯૭માં ગાદીએ બેઠે અને તે વિક્રમ સં. ૧૫૭ માં ઝેર દેવાથી મરણ પામે.” એટલે મહમદશાહ ગાદીએ બેઠે તે વખતે કાશાહની ઉંમર પંદર વર્ષની ગણાય, અને તે વખતે તેમનું અરહટવાડામાં લગ્ન થયું છે. અને ત્યાર બાદ અઢારમા વર્ષે તેમને પુનમચંદ નામને એક પુત્ર થયો છે. અને ત્યારબાદ એટલે વિક્રમ સં. ૧૫૦૦ આસપાસમાં તેઓ અમદાવાદ આવ્યા એમ માનીયે, તે પણ માત્ર અઢાર વર્ષની ઉંમરે તુરતમાંજ તે મહમદશાહની પ્રીતિ મેળવી શકે અને પાટણમાં રહી પુનઃ અમદાવાદમાં આવે એ વાત સંભવતી નથી. તેમજ ઝવેરાત ખરીદવું, પાટણના તિજોરદાર નીભાવું, માતાપિતાનું મૃત્યુ એ બધા ઐતિહાસિક પ્રસંગે લક્ષમાં લેતાં તેમને જન્મ સં. ૧૪૭૨ને માનવાને પૂરતા કારણે હવાથીજ મેં તેનો સ્વીકાર કર્યો છે. અસલ પ્રતમાં દશકાની ભૂલ થવી સહજ છે, કેમકે જેનામાં ઇતિહાસ લખવાની પ્રથા અલ્પ હોઈ તેવી જાતની ભૂલ થવા પ્રાયઃ સંભવ છે. છતાં આ પર કઈ વધુ સ્પષ્ટ પ્રમાણુ મળતાં દ્વિતિયાવૃત્તિમાં યોગ્ય પ્રકાશ પાડવામાં આવશે. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004876
Book TitleJain Dharmno Prachin Sankshipta Itihas ane Prabhu Veer Pattavali
Original Sutra AuthorN/A
AuthorManilalmuni
PublisherJivanlal C Sanghvi Ahmedabad
Publication Year1935
Total Pages296
LanguageGujarati
ClassificationBook_Gujarati & History
File Size17 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy