________________
૧૩
વીર ભગવાન પછી ૩૪૩ વર્ષે નક્ષત્રાચાર્ય થયા, ૩૬૩ મે વર્ષે જયપાલાચાર્ય, ૩૮૩ મે વર્ષે પાંડવાચાર્ય, ૪૪૨ મે વર્ષે ધ્રુવસેનાચાર્ય અને ૪૫૬ મે વર્ષે કંસાચાર્ય થયા.
૧૨૩ વર્ષ પછી ૯૭ વર્ષ સુધી દશઅંગના ધરનાર મુનિઓ થયા. અને તે ૭ વર્ષોમાં ચાર પાટે થઈ. ભગવાન મહાવીરના નિવણ પછી ૪૬૮ મે વર્ષે શ્રી સુભદ્રાચાર્ય ૬ વર્ષ સુધી રહ્યા, પછી યશોભદ્રાચાર્ય ૧૮ વર્ષ સુધી, પછી ભદ્રબાહુસ્વામી ૨૩ વર્ષ સુધી અને પછી વીર સં. ૫૧૫ માં લેહાચાર્ય ૫૦ વર્ષ સુધી અંગધારી રહ્યા. એ પ્રમાણે ૭ વર્ષ સુધી અંગ ઘટતા ગયા. ૨૨૦ વર્ષ સુધી તેની આ અવસ્થા રહી.
ઉપર લખેલા આચાર્યોને જ્યાં સુધી કંઠસ્થ જ્ઞાન હતું, ત્યાં સુધી પુસ્તક લખાયા ન હતા. ત્યારપછી ૧૧૮ વર્ષ સુધી એકાંગધારી મુનિઓ રહ્યા હતા.
એકાંગધારી પાંચ મુનિઓ હતા. વીર ભગવાનથી પ૬૫ વર્ષ પછી ૨૮ વર્ષ સુધી અહિબલ્યાચાર્ય રહ્યા, ૫૯૩ વર્ષ પછી ૨૧ વર્ષ સુધી માઘનંદાચાર્ય, ૬૧૪ વર્ષ પછી ૧૯ વર્ષ સુધી ધરસેનાચાર્ય અને ૬૩૬ વર્ષ પછી ૨૦ વર્ષ સુધી “ભૂતબયાચાર્ય ” રહ્યા અર્થાત્ ૧૧૮ વર્ષ સુધી એકાંગધારી ઘટતા ઘટતા શ્રુતજ્ઞાની થયા. આ ઉપર કહેલા બે મહર્ષિઓએ પુસ્તકની રચના કરી. દિગબરીય પુસ્તકની રચના કયારે થઈ અને કેણે કરી?
આ સંબંધીને ઉલ્લેખ “જૈનભૂવનઆરા” નામક ઐતિહાસિક મુખપત્રમાંથી મળી આવે છે. જે ભાષાંતરદ્વારા અત્રે આપીયે છીએ –
અહિબલ્યાચાર્ય પછી કેટલેક વખતે ઘરસેનાચાર્ય થયા. એમને અગ્રાહ્યણું પૂર્વની અંદર આવેલી પંચમ વસ્તુના ચતુર્થ કર્મના પરાભૂતનું જ્ઞાન હતું અર્થાત ઉપર્યુક્ત શ્રુતજ્ઞાનના એક અંશને તેઓ જાણતા હતા. તેમણે પિતાનું અલ્પ આયુષ્ય જાણીને એ વિચાર કર્યો કે- મારું આ સામાન્ય શાસ્ત્રજ્ઞાન પણ સંસારી જીવને માટે અવલંબન રૂપ થશે. અર્થાત્ આના કરતાં વધુ શાસ્ત્રજ્ઞાન હવે પછીના સમયમાં રહેશે નહિ. માટે જે આ અપાંશે પણ બચી રહેલી વિદ્યાનું સંરક્ષણ કરવાનો પ્રયત્ન કરવામાં આવે, તો સંભવ છે કે આ જ્ઞાનને વિચ્છેદ ન થાય. એ વિચાર કરી તેમણે પિતાની તે વિદ્યા પુષ્પદંત અને ભૂતબલિ નામના બે મુનિઓને પાત્ર સમજીને શીખવી. પછી તેઓ સ્વર્ગે સીધાવ્યા.
૧૫
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org