________________
૧૧૪ ભૂતબલી ” સ્વામીએ જોયું કે દિનપ્રતિદિન જ્ઞાનની અવનતિ થઈ રહી છે. અને જે મૌખિકજ્ઞાન છે તે પણ રહેવું લગભગ અશક્ય જેવું થઈ પડયું છે. એ વિચાર કરી તેમજ મનુષ્યની સમરણ શક્તિનો વિકાસ મંદ દેખી તેમણે “ઘડામ” નામનો ગ્રંથ રચી લીપીબદ્ધ કર્યો અને ૪ શુકલ પંચમીને દિવસે મોટી ધામધુમથી ચતુર્વિધ સંઘની સાથે યથાર્થ પ્રકારે તેની પૂજા કરાવી. (આ તીથી આજે પણ દિગંબરમાં “શ્રુતપંચમી” ના નામથી પ્રસિદ્ધ છે.)
તેમના પછી અનેક જૈનાચાર્યો થયા. જેમણે આવશ્યકતાનુસાર અનેક વિષયોના અસંખ્ય ગ્રંથો રચીને સંસ્કૃત સાહિત્ય ભંડેરની પૂર્તિ કરી.
મુનિએ અને ભટ્ટારકે. ઉપર્યુક્ત લેખક મુનિઓ અને ભટ્ટાર પરત્વેના કારણે આપતાં જણાવે છે કે –
વિક્રમ સંવત ૧૪૦૩ માં દિલ્હીના સમ્રાટ ફિરોજશાહના સમયમાં અન્ય વિધર્મીઓનું જોર હોવાથી, બાદશાહે આર્ય ધમઓને ભ્રષ્ટ કર્યા તે વખતે જેનીઓએ છ મહિનાની મુદત માગી; બાદશાહે તે મંજુર કરી, જેથી દિગંબર શ્રાવકે ફરતા ફરતા પાલ નજીકના ભઠ્ઠલપુર (હાલ ભેલસા નામથી પ્રસિદ્ધ છે) માં આવ્યા. ત્યાં “મહાસેન ” નામના આચાર્ય ચર્ચાવાદી અને ચમત્કારીક હોવાથી તેમને વિનંતિ કરીને દિલ્હી તેડી લાવ્યા. અને સભામાં ચર્ચા કરી તથા ચમત્કાર બતાવી વિજય મેળવ્યું તે વખતે બાદશાહે ખુશી થઈને “ બાદશાહી ખિતાબ” – છડી, ચામર, પાલખી આદિ ૩૨ ઉપાધિઓ આપી. ત્યારથી તેઓ પાલખીમાં બેસી ફરવા લાગ્યા અને ભટ્ટારક કહેવાયા.
એ બધા ઉપરથી જાણી શકાય છે કે વીર સંવત ૬૫૬ વર્ષે “ભૂતબલિ” નામક આચાર્યું પ્રથમ પુસ્તક લખી લીપીબદ્ધ કર્યા, પણ તે પહેલાં તે લખાયા કે રચાયા, એ ઉલ્લેખ આ પટ્ટાવળીમાંથી પણ મળતો નથી.
દિગંબર મૂળ પટ્ટાવળી. શ્રી મહાવીર નિવણ કે ૪૭૦ વર્ષબાદ વિક્રમાદિત્યકા જન્મ હુઆ વિકમ જન્મ કે દો વર્ષ પહિલે સુભદ્રાચાર્ય ઔર વિક્રમ રાજ્ય કે ચાર વર્ષ બાદ દ્વિતીય ભદ્રબાહુ સ્વામી પટ્ટ પર બેઠે. ભદ્રબાહુ સ્વામી કે શિષ્ય ગુપ્તિગુપ્ત ઈનકે તીન નામ-ગુપ્તિ ગુપ્ત, અહંદવલી. ઔર વિશાખાચાર્ય–ઈનકે દ્વારા ચાર સંઘ સ્થાપીત હુએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org