________________
૧૧૦
રીતે તેની સ્થાપના થઈ, અને પરંપરા ચાલી એ વિષે પુરાતન ગ્રંથોના સંશોધન પરથી તેમજ દ્રઢ અનુમાન અને વિદ્વાનોના અભિપ્રાય પરથી આ પુસ્તકમાં તે વિષે મત દર્શાવવામાં આવ્યું છે; તે ઉપર સત્યાસત્યની મિમાંસા પ્રત્યેક વિચારક નિષ્પક્ષ રીતે કરશે. સૌ પોતપોતાની માન્યતા દ્રઢ કરવાનો હરકઈ રીતે પ્રયત્ન કરે તે સ્વાભાવિક છે. પણ આ પુસ્તકમાં તે વિષે આજુબાજુના બધા અંગે તપાસી ચગ્ય પ્રકાશ પાડવામાં આવ્યા છે, સુજ્ઞ વિચારકે તેને લક્ષપૂર્વક મનન કરવા પ્રેરાશે એમ ઈચ્છીએ.
શ્રી વજા સેન સ્વામીના શાસનમાં વીર નિર્વાણ સં. ૬૦૯ અને વિક્રમ સં. ૧૩માં દક્ષિણ દેશના કર્ણાટક જીલ્લામાં દિગંબર નામને એક નવો પંથ નની મૂળ શાખામાંથી નીકળ્યા.
એ વિષેના કારણે આપતાં શ્રી વિદ્યાવિજયજી મહારાજ પિતાના * પ્રાચીન વેતાંબર અર્વાચીન દિગમ્બર ” નામક પુસ્તકમાં લખતાં જણાવે છે કે—હવે આપણે દિગમ્બર મતની ઉત્પત્તિનો થોડે ખ્યાલ કરીએ. વેતાંબર મતના ગ્રંથમાં એ સ્પષ્ટ પાઠ છે કે-શ્રી મહાવીરદેવના નિર્વાણ બાદ ૬૦૦ વર્ષે “શ્રી શિવભૂતિ” નામના મુનિથી દિગમ્બર મતની ઉત્પત્તિ થઈ. હકીકત એવી છે કે –
* રથવીરપુર” નામના નગરમાં કઈ એક દિવસે “કૃષ્ણ” નામના આચાર્ય પધાર્યા. તેમની સાથે એક શિવભૂતિ નામના મુનિ હતા. (આ મુનિ રથવીરપુર ગામનાજ રહીશ હતા ) તે મુનિને રાજાએ એક રત્નકાંબળ વહોરાવી. ત્યારે આચાયે કહ્યું કે આવું બહુ મૂલ્ય વસ્ત્ર લેવું શું ઉચિત છે? તમે તેવું વસ્ત્ર શા માટે લીધું? એમ કહીને આચાગે તે રત્નકાંબળના કકડા કરી, સાધુઓને માટે આઘા (રહરણ)નાં નિશિથિયા કરી નાખ્યા. આથી શિવભૂતિએ ગુરૂની સાથે કલેશ કર્યો. ત્યારપછી કોઈ એક દિવસે આચાર્ય મહારાજ જિનકભી સાધુઓનો આચાર વર્ણવી રહ્યા હતા તે વખતે શિવભૂતિએ કહ્યું કે –જ્યારે જિનક૯પી સાધુઓને આ ઉત્કૃષ્ટ આચાર છે, ત્યારે તમે શા માટે આવી ઉપાધિ રાખી રહ્યા છો ? આચાર્યો જવાબ આપે કે આ કાળમાં એવી સમાચારી રહી નથી. કેમકે શ્રી જંબુસ્વામીના મોક્ષ ગયા પછી “જિન કપીપણું વિચ્છેદ ગયું છે. આ સાંભળી શિવભૂતિએ કહ્યું –આ વાત યથાર્થ નથી. જુઓ, હું તે પ્રમાણે પાળી બતાવું છું. કારણકે તીર્થકરો પણ અચેલક (વરહિત) હતા. માટે વસ્ત્ર રહિતપણુંજ સર્વશ્રેષ્ઠ છે. ત્યારે આચાર્યે કહ્યું કે – તમે વસ્ત્રાદિ પરિગ્રહના સદભાવમાં કષાય, મૂચ્છદિ દે કેમ નથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org