________________
સાતમો નિહવ. વિરનિવાણુ સં. ૫૮૪ અને વિ. સં. ૧૧૪માં આ સાતમે “ગષ્ટ મહિલ” નામક નિન્હવ થયો. તે માળવદેશના દશાર્ણ પુર ગામમાં થયો હતે. તેને પ્રરૂપક ગોષ્ઠિા માહિલ હતું, જેણે શ્રી આર્ય રક્ષિત સ્વામી પાસે દીક્ષા ધારણ કરી હતી.
દુર્બળિકાચાર્ય પૂર્વની વાચના આપતા હતા. તે વખતે “ગે માહિલ” પણું વાચના લેવામાં સાથે બેઠા હતા. અનુક્રમે સાત પૂર્વની વાચના પૂર્ણ થઈ અને આઠમાં પૂર્વની વાચના ચાલી, તેમાં એ અધિકાર આવ્યો કે - આત્મા અને કમને સંગ એવો છે કે તે એકમેકમાં ઓતપ્રોત થઈ જાય. જેમકે દૂધ અને પાણી, લેટું અને અગ્નિ એકાકાર થઈ જાય છે તેમ આત્મા અને કર્મનું પણ એવી જ રીતે મીલન છે. આચાર્યશ્રીની આ વાત છેષ્ટામાહિલને ગળે ઉતરી નહિ-તે વાત તેણે માન્ય રાખી નહિ, એટલું જ નહિ પણ તેણે પિતાની સ્વયંકરિપત કલ્પનાએ કહ્યું કે –આત્મા અને કર્મને સંબંધ સર્ષની કાંચળી જેવો છે. જેમ પુરુષ જામે પહેરે છે તેમ જામારૂપે આત્માના પ્રદેશને કર્મયુદ્દગળના દળોએ આચ્છાદિત કરેલાં છે. એમ તેણે વિપરીત વાત સ્થાપી.
તેમજ આગળ વધતાં નવમા પૂર્વની વાચના ચાલતાં તેમાં પ્રત્યાખાન કરવાનો અધિકાર આવ્યો, તેમાં દીક્ષા ધારણ કરતી વખતે કરેમિભતેના પાઠમાં “જાવજીવાએ” શબ્દનો ઉચ્ચાર કરવાનું આવ્યું, ત્યારે ગેછા માહિલ બે કે –નહિ, “જાવજીવાએ” એવો પાઠ બોલવું ન જોઈએ; કારણકે તેમ બાલવાથી દીક્ષિત મુનિને જન્મને અંતે ભોગવાંચ્છના રહે છે. જેથી “વાછાદેષ” લાગે. આમ પરસ્પર મત ભિન્નતા થવાથી શ્રી દુર્બળિકાચાયે તે વાત શ્રી સંઘને કરી. ત્યારે ચતુર્વિધ સંઘે તે બાબતને નિર્ણય કરવા માટે શાસન દેવીને બેલાવવાનું ઈચ્છયું. એટલે શ્રી સંઘના એક સત્તાધારી પુણ્યાત્માએ શ્રી શાસનદેવીને સ્મરી, “સીમંધર સ્વામી પાસે પૂછવા મોકલી. સીમંધર સ્વામીએ ફરમાવ્યું કે “દુર્બળિકાચાર્ય” કહે છે તે યથાર્થ છે. અને ગોછા માહિલ ઉસૂત્ર ભાખે છે. આ વાત શાસનદેવીએ આવી શ્રીસંઘને કહી. ત્યારે ગેષ્ટા માહિલે કહ્યું કે –શાસન દેવી સીમંધરસ્વામી પાસે જઈ શકે જ નહિ, માટે તે દેવી જુઠું બોલે છે. આથી શ્રી સંઘે તેને ગચ્છ બહાર કર્યો. આમ આ અખંધક મત પ્રરૂપક સાતમે નિખ્તવ ગોછામાહિલ થયા.
વીરાત્ ૫૮૪, વિક્રમ સં. ૧૧૪માં વજીસ્વામીનું સ્વર્ગગમન થયું તથા દશમું પૂર્વ, ચોથું સંઘયણ અને ચોથું સંસ્થાના વિચછેદ ગયું.
૧૫મી પાટપર વજસેન સ્વામી બિરાજ્યા. વજનસ્વામીનું બીજું નામ આર્યમંગુ આચાર્ય (નંદીસૂત્રને આધારે) પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org