________________
૧૦૨ મિથ્યાત્વી બની ગયો. અર્થાત્ સાધુ ધર્મી ભ્રષ્ટ થા. જૈન સાધુપણામાં મેળવેલી વિદ્યા વડે તેણે “વરાહસંહિતા” આદિ નવિન ગ્રંથ રચા. અને લોકોને કહેવા લાગ્યું કે એક સમયે મેં પ્રતિષ્ઠાનપુર નગરની બહાર એક શિલા પર કુંડલી માંડી, અને રાત્રિએ તે લગ્ન કુંડલિકાને ભૂસ્યા વિના જ હું ઘેર આવ્ય; પછી જ્યારે હું તે કુંડલી ભૂસવા માટે ફરીથી ગયે, તે વખતે ત્યાં લગ્નકુંડલીને સ્વામી “સિંહ” બેઠે હતો. પણ મેં હિમ્મતપૂર્વક તે સિંહના ઉદર નીચે હાથ રાખીને લગ્નકુંડલીકાને ભૂસી નાખી, ત્યારે તે સિંહ સૂર્ય રૂપે થઈને મને કહેવા લાગ્યો કે –હે વત્સ ! હું તારી હિમ્મત અને ભક્તિથી તારા પર પ્રસન્ન થયે છું, માટે કાંઈક વરદાન માગ. આથી મેં કહ્યું કે –
હે સ્વામિન ! જે તમે ખરેખર મારા પર પ્રસન્ન થયા છે તો મને તમારા વિમાનમાં બેસાડીને સઘળું જ્યોતિષચક્ર બતાવે. પછી સૂર્યદેવે મને પિતાના વિમાનમાં બેસાડીને આકાશમાં ફેરવ્યો. પછી હું ત્યાંથી આ પૃથ્વી પર આવ્યું અને હવે ફક્ત લેકના ઉપકાર અર્થે હું અહિં ભણું છું. આજથી મારું નામ “વરાહમિહિર ” છે. પછી તેણે પિતાની વિદ્યાથી પ્રતિષ્ઠાનપુરના શત્રુજિત રાજાને રંજન કર્યો, તેથી રાજાએ તેને પોતાને પુરોહિત બનાવ્યું. પછી તે પુરોહિત જૈનલોકોની અત્યંત નિદા કરવા લાગ્યા. તેથી ત્યાંના સંઘે શ્રી ભદ્રબાહુ સ્વામીને બોલાવ્યા. શ્રી ભદ્રબાહુ સ્વામીના આગમનથી વરાહમિહિર ઝંખવાણે પી ગયે; પણ તે તેમને કંઈપણ નુકશાન કરી શકે નહિ. એટલામાં વરાહમિહિરના ઘરે પુત્રને જન્મ થયે. તેની ખુશાલીમાં તેણે લોકોને ઘણું દાન આપ્યું. પછી તેણે રાજસભામાં જઈ રાજદિકની સમક્ષ કહ્યું કે:- મારા પુત્રનું આયુષ્ય ઘણું લાંબુ છે. પુનઃ પણ તેણે રાજસભામાં આવી કહ્યું કે:- અહો ! મારે ત્યાં પુત્રનો જન્મોત્સવ છતાં મારે સગો ભાઈ “ ભદ્રબાહુ” પણ આવ્યા નહિ, તેથી તે હજુ મારાથી વિરોધ રાખે છે. રાજસભામાં બેઠેલા જૈન શ્રાવકોએ આ વાત સાંભળી, તેથી તેઓ ભદ્રબાહુ સ્વામી પાસે આવ્યા અને વરાહમિહિરે રાજસભામાં કરેલી વાત વિદિત કરી. આ ઉપરથી ભદ્રબાહુ સ્વામીએ શ્રાવકોને કહ્યું કેઃ- વરાહમિહિરના પુત્રનું આયુષ્ય માત્ર સાત દિવસનું છે અને તે બિલાડીથી મૃત્યુ પામશે. તે દિવસે આપણે વરાહમિહિરને દિલાસે આપવા જઈશું. પછી સાતમે દિવસે દ્વારના ઉંબરામાં બેસીને તેની માતા જ્યારે તે બાળકને ધવરાવતી હતી, ત્યારે બારણુ પર રહેલે અગલે બાળકના મસ્તક પર અકસ્માત પડ્યો. તેથી તે બાળકનું મૃત્યુ થયું. પછી જ્યારે તે વરાહમિહિરના ઘરમાં રડવાને કલકલાટ થઈ રહ્યો ત્યારે ભદ્રબાહુ સ્વામી પણ ત્યાં ગયા. તે વખતે વરાહમિહિરે ઉઠીને તેમને સત્કાર કર્યો. અને કહ્યું કે - હે ભગવાન ! આપનું જ્ઞાન સત્ય છે પણ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org