________________
આ ભયંકર દુષ્કાળે પૂર્વ રચિત કૃત જ્ઞાનની ઘણી હાનિ કરેલી, તેનો ઉદ્ધાર સૂરસેન દેશના પાટનગર “મથુરામાં થવાથી તે સંકલિત થયેલાં શ્રુતમાં ત્યાંની ભાષાનું સંમિશ્રણ થવું સંભવિત છે. આ મથુરા સંઘમાં થયેલાં સંકલનને “માધુરી ” કહેવામાં આવે છે.
(વીરનિર્વાણ પછી છઠા સૈકાની શરૂઆતમાં શ્રી સ્કંદિલાચાર્ય આદિ વિદ્વાન સાધુઓએ બીજીવાર બધું કાલિકસૂત્ર સંગ્રહિત કર્યું હતું.)
વૃદ્ધવાદી તથા સિદ્ધસેન દિવાકરનું ચરિત્ર વિદ્યાધર નામક ગચ્છમાં કંદિલાચાર્યના શિષ્ય વૃદ્ધવાદી થયા હતા. તે સૂત્ર સિદ્ધાંતના જાણુ અને વિદ્વાન કહેવાતા. એ વખતે ઉજ્જયિની નગરીમાં વિકમ રાજા રાજ્ય કરતા, તેની સભામાં દેવર્ષિ નામક મંત્રી હતા, તેની દૈવસિકા નામની સ્ત્રીથી “ સિદ્ધસેન દિવાકર નો જન્મ થયો હતો. સંસ્કારી કુટુંબના સતતુ પ્રયતને તેમજ પૂર્વ સંસ્કારના ચોગે “ સિદ્ધસેન ” સર્વ શાસ્ત્રમાં નિપુણ થયું. પરંતુ વિદ્યાહ્યાસની સાથે વિદ્યાભિમાન તેનામાં પ્રબળ હતું. એકવાર તેણે શ્રી વૃદ્ધવાદીસૂરિના જ્ઞાનની પ્રશંસા સાંભળી, તેથી તેમને શાસ્ત્રાર્થમાં જીતવા માટે તે ભરૂચ તરફ ચાલ્યા. એવામાં રસ્તામાંજ તેને શ્રી વૃદ્ધવાદિદેવસૂરિને સમાગમ થયે. પૂછપરછ કરતાં માલમ પડ્યું કે વૃદ્ધવાદીસૂરિ તે પોતેજ છે, એટલે તેણે તેમને કહ્યું કે-હું તમારી સાથે વાદવિવાદ કરવા માટે આવ્યો છું. માટે મારી સાથે ચર્ચા કરો. વૃદ્ધવાદીસૂરિએ કહ્યું કે તમારી સાથે શાસ્ત્ર ચર્ચા કરવા માટે હું તૈયાર છું, પરંતુ અહિં વનમાં આપણી હાર જીતનો સાક્ષી કોણ? આથી સિદ્ધસેને કહ્યું કે આ ગાયો ચરાવનાર વાલીયા આપણા સાક્ષી થશે અને તેઓ હાર છતની પરીક્ષા કરશે. વૃદ્ધવાદિસૂરિએ તે કબુલ કર્યું. અને ગોવાળીઆને ત્યાં સાક્ષીમાં રાખી બંને વાદવિવાદ કરવા બેઠા. તેમાં પ્રથમ વૃદ્ધવાદિએ સમય વિચારીને, શેવાળીયા સમજી શકે તેવી રીતે પ્રિય વચનથી નાચતાં કુદતાં એક સુંદર ગરબો ગાયે, આથી વાળીઆએ ખુશ થઈ ગયા, ત્યારપછી સિદ્ધસેને ન્યાય યુકત સંસ્કૃતાલંકૃત ભાષામાં પોતાના મત પંથનું સમર્થન કરવા માંડયું. પરંતુ એમાં અજ્ઞાન ગોવાળીઆઓને કશી સમજણ પડી નહિ. એટલે તેઓએ તરત ન્યાય આપી દીધું કે આ વૃદ્ધવાદી જીજ ખરા જ્ઞાની અને વિદ્વાન છે. તેથી તે જીત્યા. અને સિદ્ધસેન હાર્યા. આ સાંભળી સિદ્ધસેને વૃદ્ધવાદીજીને નમ્રતાપૂર્વક કહ્યું કે હું હાર્યો છું માટે મને મારી પ્રતિજ્ઞા મુજબ શિષ્ય બનાવે. જવાબમાં વૃદ્ધવાદીજી બોલ્યા - ભાઈ, આ પરીક્ષા ન કહેવાય. માટે આપણે કેઈ વિદ્વાનોની રાજસભામાં જઈને ન્યાય કરાવીએ.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org