________________
એટલે વીર સં. ૩૩૬ વર્ષ (પિટર્સનના રિપોર્ટને આધારે વીરાત્ ૩૩૪) શકેન્દ્ર મહારાજની પાસે “નિમેદની વ્યાખ્યા” ના કર્તા પ્રથમ કાલિકાચાર્ય થયા. તેમને વર્ણ શ્યામ હોવાથી તેઓ “શ્યામાચાર્ય” તરીકે પણ ઓળખાતા હતા. તે શ્યામાચાર (કાલિકાચાર્ય) વરાત્ ૩૭૬ વર્ષે (પિટર્સનના રિપટને આધારે ૩૮૬ વ) પન્નવણુસૂત્રની સુગમ્ય વાચનાનું પ્રદાન કર્યું. અર્થાત્ પન્નવણા સૂત્ર રચ્યું.
૧૨ મી પાટ૫ર શ્રી ઈન્દ્રદિન સ્વામી આવ્યા. ઇદ્રદિન સ્વામીનું બીજું નામ વીરસ્વામી પણ હતું. તેઓ શિકોત્રના હતા. ન્હાની વયે દીક્ષા ગ્રહણ કરી ખૂબ જ્ઞાન સંપાદન કર્યું હતું. ૮૨ વર્ષ સુધીની આચાર્ય પદવી ભેગવી વીરાત ૪૨૧ માં તેઓ સ્વર્ગવાસ પામ્યા. ૧૩ મી પાટે શ્રી આર્યદિન સ્વામી (અપરમતે શ્રી સ્કંદિલાચાર્ય)
તેઓ ગૌતમ ગોત્રી હતા અને કર્ણાટક દેશના વતની હતા. ૩૦ વર્ષ ગ્રહસ્થાશ્રમમાં રહી દીક્ષા ગ્રહણ કરી. ૩ર વર્ષ સુધી ગુરૂ ભક્તિ કરી બહુ સુત્રી થયા. ત્યારપછી ૫૫ વર્ષ સુધી આચાર્ય પદવી ભેગવી. સર્વ આયુષ્ય ૧૧૫ વર્ષનું ભોગવી વીરાત ૪૭૬ માં તેઓ સ્વર્ગવાસ પામ્યા. તેઓ ઉગ્રતપસ્વી કહેવાતા. જ્યારથી તેમણે દીક્ષા લીધી ત્યારથી જ સર્વ વિગય માત્રને ત્યાગ કરી લુખી વસ્તુઓ પર જીવન નિર્વાહ કરતા; ઉપવાસ, છઠ, અઠમાદિ ઘણી જ તપશ્ચર્યા તેમણે કરી હતી. વીરાત ૨૨ સુસ્થિતાચાર્યો તથા સુપ્રતિબદ્ધાચા કટીવાર સુરિમંત્રનો જાપ
કર્યો, જેથી સુધર્મ સ્વામીના સમયથી ચાલતો આવેલો
“નિગ્રંથ ” ગ૭ બદલાઈને “કોટિલ” ગ૭ કહેવાયે. વીરાત ૨૫ દશપૂર્વધારી શ્રી બુદ્ધસિંગાચાર્ય થયા. વીરાત્ ૩૦૦ શ્રી આર્ય મહાગીરીના શિષ્ય બલિસહસૂરિ થયા, અને તેમના
શિષ્ય “ ઉમાસ્વાતિ ” થયા જેમણે તત્ત્વાર્થ સૂત્રાદિ ૫૦૦ ગ્રન્થ બનાવ્યા હતા. અને તેમના શિષ્ય શ્યામાચાર્ય ઉર્ફે કાલિકા
ચાર્ય થયા હતા. ૩૧૫ દશપૂવી દેવાચાર્ય થયા. ૩૨૯ દશપૂવી ધર્મસેનાચાર્ય થયા. ૩૬૬ નિગદની વ્યાખ્યાના કર્તા પહેલા કાલિકાચાર્ય થયા. ૩૪૫ શ્રી નક્ષત્રાચાર્ય થયા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org