________________
કહેવાય. પરમ ગી શ્રીઆનંદઘનજી મહારાજ આ મત વિષે જણાવતાં કહે
“લેકાયતિક કુખ જિનવરની, અંશ-વિચાર જે કીજે તત્ત્વ-વિચાર સુધારસ ધારસ, ગુરૂગમ વિણ કેમ પીજે.”
૧૦-બીનમિનાથજીનું સ્તવન, ગાજ આ ઉપલા પદ્યમાં આ મતને “શ્રીજિનની કુક્ષિની ઉપમા આપેલી છે” એ ઉપરથી બીજું તે નહિ પણ “સાપેક્ષ રીતે જેમ શરીરમાં કુક્ષિની ઉપગિતા જણાય છે તેમ આ મતની પણ એવી કઈ ઉપયોગિતા હોવી જોઈએ—એમ અટકળી શકાય. મારી પાસે (રા. મારા ઘેર વાળી) અર્થની ચોપડી છે છતાં આ પદ્યનો વિશેષ સ્કુટ આશય હું સમજી નથી શકશે. આ મત સંબંધે ટીકાકાર શ્રીગુણરત્નસૂરિજી જણાવે છે કે, “કાપાલિક યોગ આ મતના સાધુઓ છે–તેઓ શરીરે રાખ ચળે છે– બ્રાહ્મણથી અંત્યજ સુધીની કોઈ પણ જાતના હોય છે, મધ, માંસ ખાય છે, વ્યભિચાર પણ સેવે છે અને વિષે વિષે કોઈ પણ દિવસે ભેગા થઈને સ્ત્રીકોડા કરે છે” આ ઉલ્લેખ વામમાગિઓને વા કુંડીમાગિઓને બરાબર બંધ બેસે છે.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org