SearchBrowseAboutContactDonate
Page Preview
Page 77
Loading...
Download File
Download File
Page Text
________________ સાંના બે ભેદ છે. કેટલાક સાંખ્ય નિરીશ્વર° છે અને કેટલાક સાં૩૧ સેશ્વર છે. એ બન્ને પ્રકારના પણ સાંખે આ પચીશ તને માને છે. પ્રકૃતિ––અથવા પ્રધાન ના અધ્યક્ત ૨: સત્ત્વગુણ, રજોગુણ અને તમોગુણ.--એ ત્રણેની જે સમાન સ્થિતિ તેનું નામ પ્રકૃતિ. બુદ્ધિ-અથવા મહાન --એટલે જણાતા પ.ને લગતું “આ અમુક જ” એવું નિશ્ચયરૂપ જ્ઞાન તે બુદ્ધિ, આ બુદ્ધિનો જન્મ પૂર્વોક્ત પ્રકૃતિથી થાય છે. અહંકાર–એટલે ‘હું સુંદર છું’ ‘હું દેખાવડ છું” એવું અભિમાન, આ અહંકાર, તે બુદ્ધિમાંથી જન્મે છે અને અહંકારમાંથી આ સેળના જસ્થાનો આવિર્ભાવ થાય છે: પાંચ ઈદ્રિ:–સ્પર્શન, રસન, ઘાણ, ચલું અને ત્રએ પાંચ જ્ઞાનેંદ્રિ. પાંચ કર્મ-ઇદ્રિ–ગુદા, ઉપસ્થ, વાણી, હાથ અને પગ-એ પાંચ ક્રિયા-ઈ.િ કરોળીઆની જાળમાંથી પડતા એક પાણી છે બિંદુમાં એટલા બધા જ હોય છે કે, જે તેઓ ભમરાનું રૂપ લે તે ત્રણ લેકમાં પણ માય નહિ.”૪૦. નિરીશ્વર સાંખ્યો નારાયણને દેવરૂપ માને છે. સાંખ્ય આચાર્યોનાં નામો સાથે ચેતન્ય” વગેરે શબ્દો જોડાએલા રહે છે-એ ભગવાન વિષ્ણુના પ્રતિકાપક હોય છે. સાંખ્યોનું બીજું નામ–પારમષ (પરમપિપ્રણન) પણ છે. એઓની વધારે વસ્તી બનારસમાં છે. એઓ ધર્મને નામે કોઈ પ્રકારની હિંસાને માનતા નથી અર્થાત એઓ અર્ચિર્માગાનુયાયિઓ છે” (સમુ. ટીકા અને રાજશેખરને પદશન) ૩૦. “નિરીશ્વર ” એટલે “આત્માથી જુદો કેઇ એક બીજો ઈશ્વર છે” એમ નહિ માનનારા અર્થાત પ્રકૃતિથી છૂટા થએલા અને સ્વરૂપસ્થિત આત્મા માત્ર ઇશ્વર છે એમ માનનારા. ૩૧. સેશ્વર” એટલે કોઈ એક જુદે ઈશ્વર-જે મનુષ્યમાત્રને ધ્યેયરૂપ છે એમ માનનારા. આ પૃથઈશ્વરવાદી સાંખ્યો પણ તર્કની દષ્ટિએ ઈશ્વરને સૃષ્ટિના કર્તા તરીકે નથી સ્વીકારતા. “ગશાસ્ત્રના પ્રણેના ભગવાન પતંજલિ અને તેમના અનુયાયિઓ આ સેશ્વર સાંખોમાં ગણી શકાય ખરા. ૩૨. “અવ્યક્ત” એટલે કળી શકાય નહિ તેવું. પ્રકૃતિનું આ નામ ખરે Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy