________________
૩ સાંખ્યદર્શન.૨૯ ઉદાહરણ દઈને શબ્દની અનિત્યતાને સાબીત કરવા માટે જે પ્રતિજ્ઞા કરી હતી–તે (ઘડે નિત્ય થવાથી) તદન ખોટી પડી જાય છે. આ જાતની આંટીઘૂંટીવાળી વાય રચનાને જ “નિગ્રહસ્થાન” કહેવામાં આવે છે.
૨૯. સાંખ્યદર્શનને અનુસરનારા સંન્યાસિનો વેષ અને આચાર આ પ્રમાણે છે: “એ ત્રિદંડી કે એકદંડી હોય છે, અધેવસ્ત્રમાં માત્ર પીનને પહેરે છે, પહેરવાનું વસ્ત્ર ગેરૂઆ રંગનું રાખે છે, કેટલાક ચોટલીવાળા હોય છે, કેટલાક જટાધારી હોય છે અને કેટલાક ક્ષુરમુંડ હોય છે. આ સનમાં મૃગચર્મને ઉપયોગ કરે છે, બ્રાહ્મણને ઘરે ભોજન લે છે, કેટલાક માત્ર પાંચ કાળીયા
ઉપર રહે છે અને એ પરિવ્રાજેક બાર અક્ષરનો જાપ કરે છે. તેઓને નમસ્કાર કરનારા ભતા “ ના નારાયજાય” એમ બોલે છે અને તેઓ (૫રિવાજે) સામું ફકત “નારાયના નમ:' એમ કહે છે. જેને સાધુઓની પેઠે તેઓ પણ બોલતી વખતે મુખત્રિકા રાખે છે. એની એ મુખત્રિકા કપડાની નથી હોતી પણ લાકડાની હોય છે—મહાભારતમાં એ મુખવસ્ત્રિકાને “ બીટા” કહેવામાં આવી છે.
" 'बीटा' इति भारते ख्याता दारवी मुखवस्त्रिका.।
હાનિમિત્તે મૂતાનાં મુનિશ્વારોધિતરૂ. એઓ પોતે જીવદયા નિમિતે પાણી ગળવાનું ગણું રાખે છે અને પિતાના અનુયાયિઓને પણ સમજાવે છે કે,
" षड्विशदङ्गुलायाम विंशत्यङ्गुलविस्तृतम् । दृढं गलनकं कुर्याद् भूयो जीवान् विशोषयेत् ॥ ३८ म्रियन्ते मिष्टतोयेन पूतराः क्षारसंभवाः । क्षारतोयेन तु परे न कुर्यात् संकरं ततः ॥ ३९ लूतास्यतन्तुगलितैकबिन्दौ सन्ति जन्तवः ।
सूक्ष्मा भ्रमरमानास्ते नैव मान्ति त्रिविष्टपे" ॥ ४० અર્થાત્ “દરેક માણસે પાણી ગળવા માટે મજબુત ગણું રાખવું જોઈએ અને તે ત્રીશ આગળ લાંબું અને વિશ આંગળ પહોળું હોવું જોઈએ—એ ગલણ દ્વારે જલજીને વિશેષ કાળજીપૂર્વક શેધવા જોઈએ. ૩૮. મીઠા પાણીની સાથે ખારા પાણીનો અને ખારા પાણીની સાથે મીઠા પાણીનો ભેળસેળ ન કરવું જોઈએ, એમ કરવાથી તે તે પાણીના પૂરાઓ મરી જાય છે. ૩૮.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org