________________
શતાથ” નામ પ્રખ્યાત થયું છે. “ગુર્નાવલી' માં પણ એમને સંભારવામાં અને પ્રશંસવામાં આવ્યા છે. (વધુ વિગત માટે જૂઓ જૈનસાહિત્ય સંશોધકનો અંક બીજે–સોમપ્રભસૂરિના નિબંધ.) - પ. આ મહાપુરૂષ મહાતપસ્વી હા, એમના તપના પ્રભાવથી જ “તપાગચ્છ' નામનો આરંભ થયો. “ચૈત્રવાલ” ગચ્છના દેવભક ઉપાધ્યાયની સહાયથી એમણે પોતાના સમયમાં ક્રિોદ્ધાર કર્યો હતો એટલે શિથિલ થએલા જૈન સમાજને પાછી ધર્મપરાયણ કર્યો હતો. આચાર વિચારમાં એ. પુરૂષ “હીર” સમાન દૃઢ હોવાથી લેકે એને “હીરલા જગચ્ચદસરિ” પણ કહે ' (એમની “હીરલા તરીકેની ખ્યાતિ થવાનું કારણ ગુર્નાવલીમાં આ બીજું જણાવ્યું છે: આઘાટપુરની રાજસભામાં એમણે બત્રીશ વાદિઓને જીત્યા હતા, તેથી ત્યાંના રાજાએ એમને “હીરલા તરીકે જાહેર કર્યા હતા.” –ગુ લ૦ ૧૦૫–૧૦૬ પૃ. ૧૧ યગ્રં ૦ )
૬. આ આચાર્યશ્રીનું વ્યાખ્યાન કૌશલ વિશેષ પ્રશસ્ત હતું, એમના વ્યાખ્યાનમાં ખંભાતમાં (કુમારપ્રાસાદમાં ) અઢારસો મનુગે તો સામાયિક કરીને જ બેસતા, શ્રીવાસ્તુપાલ મંત્રી પણ એમના શ્રેતાઓમાંના એક હતા. વર્તમાનમાં પણ આ દેવેંદ્રસૂરિના “કર્મગ્રંથો” વિશેષ પ્રસિદ્ધ છે. એમણે અનેક પ્રકરણને સ્તવનના રૂપમાં રચ્યાં હતાં. ચૈત્યપ્રતિસ્તવ', “શાશ્વતબિંબસંખ્યાસ્તવ” અને સમ્યકવસ્વરુપસ્તવ વગેરે. એ ઉપરાંત એમણે સિદ્ધપંચાશિકા, ભાવ્યત્રય, ઉપાસકદિનકૃત્યસૂત્રવૃત્તિ–વંદારવૃત્તિ, ધર્મરત્નપ્રકરણની ટીકા અને સુદર્શનચરિત્ર વગેરે અનેક ગ્રંથે રમે છે. એમના ગ્રંથ “વૈદ્રાકી’ એટલે “દેવેંદ્ર’ શબ્દના આંક–નિશાન–વાળા છે. એમના દેવ થયાને બેદને લીધે સંધવી ભીમે બાર વરસ સુધી અન્નને ત્યાગ કર્યો હતો. એમના સંબંધમાં જૂઓ ગુર્નાવલી–લે ૧૦ થી ૧૨૦–૧૬૮ યઐ૦ )
છે. આ પુરૂષના સંબંધમાં શ્રીગુણરત્નસૂરિજીએ પોતાની ક્રિયારનસમુચ્ચયની પ્રશસ્તિમાં એમની પ્રશંસા સિવાય વિશેષ કાંઈ લખ્યું જણાતું નથી, પણ તે સંબંધે વિશેષ હકીકત ગુર્નાવલીમાં અને શ્રીધર્મસાગરજીની શોધિત પટ્ટાવળીમાં આ પ્રમાણે જણાવેલી છે?
સાધુ થયા પહેલાં આ પુરૂષ મંત્રી શ્રીવાસ્તુપાલને ત્યાં નામું લખવાનું કામ કરતા હતા. તેમણે કાંઈ અપરાધ કરેલ હોવાથી વસ્તુપાળે એમને દક્તિ પણ કર્યા હતા, પણ પાછળથી એમને શ્રીદેવભદ્રગિણિએ છેડાવ્યા.
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org