________________
: ૧. “શ્રીહરિભદ્ર” વિષે લખતાં ટિપ્પણમાં વારંવાર જે “મુનિચંદ્રસૂરિ નો ઉલ્લેખ કરવામાં આવ્યો છે તે જ મહાપુરૂષ આ છે. એમને સંક્ષિપ્ત પરિચય આ પ્રમાણે છેઃ “આ આચાર્ય તીવ્ર તપસ્વી હતા તેમણે ઘી વગેરે વિકૃતિ કરનારા પદાર્થોને (વિગઈઓનો) ત્યાગ કર્યો હતો, તેઓ જીવ્યા ત્યાં સુધી ખાવામાં માત્ર સૈવીર-કાંજી–ને જ લેતા હતા. એ સમર્થ ગ્રંથકાર પણ હતાઃ એમણે શ્રીહરિભદ્રસારિકૃત અનેક તર્ક ઉપર ટિપ્પણે અને પંજિકા વગેરે રચ્યાં છે. એમણે પિતાના અનેક ભાઈઓને દીક્ષિત કરીને આચાર્યપદે સ્થાપ્યા હતા. શ્રીનેમચંદ્રસૂરિના ગુરૂભાઈ શ્રીવિનયચંદ્ર ઉપાધ્યાય, એમના ગુરૂ હતા અને એમને આચાર્યપદે સ્થાપનારા શ્રીનેમિચંદ્રપરિ જ હતા. વિક્રમ સં. ૧૧૭૮ માં તેઓ દેવ થયા.” વધુ વિગત માટે જૂઓ. જૈન શ્વેતાંબર કે હે (અંક–૨૧૦–૧૧–૫૦ ૧૩, પૃ. ૩૨૪-૩૩૫) ને મારો લેખ.
૨. ઉપર્યુક્ત શ્રીમુનિચંદ્રસુરિ જ આ મહાપુરૂષના ગુરૂ હતા. અણહિવપુર પાટણના જયસિંહદેવરાજની રાજસભામાં એમની વિશેષ પ્રતિષ્ઠા હતી. વિક્રમ સં. ૧૨૦૪ માં એમણે ફલેધી (મારવાડ) માં જૈન મંદિરની અને જૈન મૂર્તિની પ્રતિષ્ઠા કરી હતી તથા આરાસણ ગામમાં શ્રી નેમિનાથની પણ પ્રતિષ્ઠા એમણે જ કરી હતી. એમણે “સ્વાદાદરત્નાકર' નામે એક તદગ્રંથ (૮૪૦૦૦ શ્લેક પ્રમાણ) ની રચના કરી છે (આ ગ્રંથ વર્તમાનમાં પૂર મળતો નથી.)
૩. આ રિવરને લગતા વિક્રમ સંવત ૧૨૦૬ ને એક શિલાલેખ આરાસણના એટલે વર્તમાન કુંભારિયાના જૈન મંદિરમાં હયાત છે—(જૂઓ પ્રાચીન જૈનલેખસંગ્રહ– જિન વિ. લેખ અંક ૨૦૯.)
૪.આ આચાર્ય, પરમહંત શ્રી કુમારપાલ ભૂપાલના સમયમયી હતા. એમણે કુમારપાલ–પ્રતિબોધ' નામનો ગ્રંથ ( ૮૮૦૦ પ્રાકૃતપ્રધાન) વિક્રમ સંવ ૧૨૪૧માં બનાવ્યો હત–આ ગ્રંથ બન્યા ત્યારે કુમારપાલ નરેશને દેવ થયાં માત્ર ૧૧ વરસ જ થયાં હતાં. એમના પિતાનું નામ “સર્વદેવ’ અને બાપના બાપનું નામ જિનદેવ હતું. એ જ્ઞાતિએ પોરવાડ વાણિઓ હતા. એમના પિતામહ “જિનદેવ” તે વખતના કોઈ રાજાના કારભારી હતા. દીક્ષાને તો એમણે કુંવારા જ લીધી હતી–અર્થાત તેઓ ચાવજીવ બ્રહ્મચારી હતા. એમણે કરેલા ગ્રંથોમાં વર્તમાનમ-સુમતિનાથચરિત્ર (લે. ૯૫૦૮-પ્રાકૃત) “સિન્દરપ્રકર” અથવા “સોમશતક અને “શતાર્થ કાવ્ય” એ ત્રણ મળે છે. “શતાર્થ કાવ્ય માં એમણે માત્ર એક જ શ્લોકના સે અર્થો ભર્યા છે. એથી જ એમનું
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org