________________
' કષાયે તે વધે તેના જે સેવે કુશાસને,
વીરવાણ સુધા ચાખ્યા પછી તે તે વધે નહીં,
જેમ કોઈ લાંબા સ્વમમાંથી જાગે, કઈ દીધ વિકલ્પજાળમાંથી જાગે અને કોઈ પિતાને ચડેલા ઘેનમાંથી જાગે તેમ આ ગાથાઓની હવા લાગતાં જ શ્રીહરિભદ્રજી જાગી ગયા, પિતાને વળગેલા ક્રોધપિશાચને તેમણે બરાબર ઓળખ્યો, અને તે પિશાચને વશ થવાથી પિતાના થએલો અકલ્યાણનું માપ પણ તેમણે કહ્યું.
હવે તે પશ્ચાત્તાપ સિવાય બીજો માર્ગ જ ન હોવાથી તેઓ તે તરફ વળ્યા. રાજાની અનુમતિ લઈને ગુરૂજીની મહેપકારિતાને યાદ કરતા તેઓ ચિત્રકૂટ જઈને તેમને ચરણે પડયા અને તેમણે આપેલા પ્રાયશ્ચિત્ત દ્વારા પિતે નિર્મલ પણ થયા. ૧
૧. (૧) રાજશેખર સૂરિજીએ પોતાના પ્રબંધકોષમાં આ હંસ અને પરમહંસની હકીકત લખતાં ઉપલી વાત જેવી પણ બીજી વાત જણાવેલી છે અને આ બદ્ધોના ધાત વિષે પણ એમણે ઉપર જણાવેલા શાસ્ત્રની વાત ન જણાવતાં પાધરી જ બૌદ્ધોના હોમ કરવાના સંકલ્પની હકીક્ત લખેલી છે.
() ૧૯મી સદીમાં (૧૮૩૪માં) થએલા અમૃતધર્મગણિના શિષ્ય શ્રીક્ષમાકલ્યાણ મુનિ પણ એ વિષે લગભગ શ્રીરાજશેખરજી જેવું જ જણાવે છે– વિશેષમાં તેઓ શ્રીહરિભદ્રજીને ઉપશાંત કરનાર તરીકે પાકિની મહારાજ ને જણાવે છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org