________________
२७
તે ચંદનના વનમાં પણ આગ થાય છે તેમ આ પ્રસંગને લીધેશ્રીહરિભદ્રના ચંદન જેવા શીતળ હૃદયમાં પણ પ્રબળ ક્રોધાગ્નિ ભભુકી ઉઠ્યો અને જે ધર્મમેહે હંસ અને પરમહંસને જીવ લીધો હતો તેના જ ભાઈ પુત્રમેહે. એ બોદ્ધોના નિકંદનને પ્રસંગ ઉભો કર્યો. ભલભલા જ્ઞાનિઓ અને જાણકારે પણ મે-ક્રોધના સપાટામાં આવી જાય છે તેમ શ્રીજિનદર્શનના પ્રબળ અભ્યાસી આ હરિભદગી પણ એ મેહની જાળમાં ફસી પડ્યા અને એ ક્રોધના વેગમાને વેગમાં પગે ચાલતા આ મહાનુભાવ, રાજા સૂરપાળની રાજધાનીમાં રાજસભામાં પહોંચ્યા. રાજાને આશીર્વાદ દીધે, પોતાના શિષ્યને જાળવવા માટે એણે જે ક્ષત્રિયવટ બતાવી હતી તે માટે વિશેષ કૃતજ્ઞતા જાહેર કરી ઘણો ધન્યવાદ આપ્યો અને પ્રામાણિક રીતે બૌદ્ધોની સાથે શાસ્ત્રાર્થ કરવાના પિતાના અભિલાષને પાર પાડવા માટે એની સહાય પણ માગી. રાજાએ એમ કહ્યું કે, આપ એકલા છે, અને પતંગની જેમ પ્રતિવાદિઓ અનેક છે, તે તમે એ બધાને શી રીતે પહોંચી શકશે ? આપને સહાય કરવી એ અમારું પરમ કર્તવ્ય છે, પણ મને આપના એકલા હોવાની શંકા રહ્યા કરે છે, અથવા જે મારી પાસે કોઈ દિવ્યશકિત હોય તો તમે જરુર પહોંચી શકે. શ્રીહરિભદ્રજીએ જણાવ્યું કે, મને શ્રીઅંબિકામાતાની સહાય છે. માટે તમારે મારા એકલાની ચિંતા રાખવાનું કશું કારણ નથી. રાજાએ એ બૌદ્ધ ગુરૂઓની કરતા અનુભવી હતી, એની એ ક્રૂરતાનો મદ ઉતારવાને આવે લાગ અનાયાસે આવ્યો જાણી પતે શ્રીહરિભદ્રજીના શાસ્ત્રાર્થમાં સહાય કરવાનું વચન આપ્યું અને એક વાચાળ દૂતને તેણે બૌદ્ધોને નગર ભણી રવાના પણ કર્યો. તે ત્યાં જઈને બૌદ્ધ કુલપતિને આ પ્રમાણે કહ્યું: રાજ સૂરપાલે જણાવ્યું છે કે, તમારી જેવા વાદિગજેસિરિઓ હોવા છતાં હજુ પણ વાદિમતંગ વિઠ્ય કરે એ શું? અમારી રાજસભામાં કોઈ જેનવાદી આવ્યો છે તે તમારી જ સાથે શાસ્ત્રાર્થ કરવા ઇચ્છે છે, તે શું તમે તેનું માનમર્દન કરી શકશે ? જે જેન વાદી આવ્યો છે તે કોઈ સાધારણ નથી, એ તે ત્રિલેકીના વાદિઓને અને તેમાં વળી બૌદ્ધાચાર્યોને તે તૃણું સમાન જ સમજે છે, માટે જે તમે તેની સામે ટક્કર ઝીલી બૌદ્ધશાસનની પ્રભાર્થના કરી શકે તો હા કહે-નહિ તો થયું. દૂતનું કથન સાંભળી કુલ પતિને ગુરુ તે ચડ્યો પણ તે ગુસ્સાને જેમ તેમ શમાવી તેણે શાસ્ત્રાર્થમાં આવવાની હા કહી, અને મનમાં વિચાર્યું કે, આ વળી કયે નવા નિશાળિયો
-જે પિતાને હાથે જ પિતાનો હોમ કરવા આવ્યું. જતાં જતાં કુલ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org