________________
ધરાવનારા ધર્મો એક જ પદાર્થમાં શી રીતે રહી શકે?—જે વસ્તુ સત હેય એ, અસત્ શી રીતે હેય? અને જે વસ્તુ અસત્ હોય એ, સત્ શી રીતે હોય ? વળી, સત્તને અસરૂપ અને અસરવને સવરૂપ માનવામાં આવતું હેય તે વ્યવહાર માત્રને નાશ થશે—કોઈ પણ પદાર્થના સ્વરૂપનું ઠેકાણું જ નહિ રહે. આ જ હકીકત એક જ પદાર્થને નિત્ય અને અનિત્ય માનવામાં પણ લાગુ થઈ શકે છે જે વસ્તુ નિત્ય હોય એ, અનિત્ય શી રીતે હોઈ શકે? અને જે વસ્તુ અનિત્ય હોય , નિત્ય શી રીતે હોઈ શકે ? આ પ્રકારે અનેકાંતવાદમાં વિરોધનું દૂષણ આવતું જણાય છે. એ ઉપરાંત આ બીજ પણ આઠ દૂષણે આવે છે –એક સંશય, બીજી અનવસ્થા, ત્રીજું વ્યધિકરણ, ચોથું સંકર, પાંચમું વ્યતિકર, છ વ્યવહારલેપ, સાતમું પ્રમાણબાધ અને આઠમું અસંભવ. એમાં સંશય દેવ એ પ્રમાણે લાગુ થાય છે–વસ્તુનો બને રૂ૫ એટલે સપ અને અસહૂપ એમ બે સ્વભાવ માનવામાં આવે ત્યારે એને (વસ્તુને) સ્વભાવ અમુક જ છે, એવો નિર્ણય તો થઈ શકતા નથી, અને એમ હોવાથી એ સલૂપ છે કે અસપ છે એવી શંકા બની રહે છે. બીજું અનવસ્થા દૂષણ આ પ્રમાણે લાગુ થાય છે. -વસ્તુને જે અંશે સદ૫ માનવામાં આવે છે તે અંશે જે વસ્તુ ૫ જ હોય તે એકાંતવાદ જેવી વાત થવાથી અનેકાંત માર્ગને હાનિ થશે અને જો એમ માનવામાં આવે છે, જે અંશે વસ્તુને સદૂપ માનવામાં આવે છે તે જ અંશે વસ્તુને સલૂપ અને અસદ્ધપ પણ માનવામાં આવે છે તે એમાં પણ પ્રશ્ન થાય તેમ છે કે, જે અંશે વસ્તુને સંપ અને અસહૂપ માનવામાં આવે છે તે અંશે પણ વસ્તુ સદ્રુપ છે કે અસદુપ છે? એ રીતે પ્રશ્નોની પરંપરા થયા કરશે અને એક પણ પ્રશ્નને આરે આવશે નહિ માટે એ રીતે માનવામાં તે ચાખી અનવસ્થા (અવસ્થા વિનાની સ્થિતિ) જ છે. એ જ પ્રકારે જે અંશે વસ્તુનો ભેદ માનવામાં આવે છે તે અંગે જે ભેદ જ માનવામાં આવે છે તે જ અંશે ભેદ અને અભેદ એમ બને માનવામાં આવે તે પણ ઉપર પ્રમાણે દૂષણે આવે છે. અને એ જ રીતે નિત્ય-અનિત્ય તથા સામાન્ય વિશેષના પક્ષે પણ દૂષણવાળા છે–એ પ્રકારે એકાંતમાર્ગમાં અનવસ્થા દૂષણ લાગુ થાય છે. તથા, વસ્તુની સદ્ગપતાને જુદો આધાર અને અસપતાને જુદો એ ધાર-એમ બે આધાર થવાથી વ્યધિકરણ નામનું દૂષણ લાગુ થાય છે. તથા જે રૂપે વસ્તુની સંપતા છે તે જ રૂપે વસ્તુની સપતા અને અને સંપતા બને છે.એ જતનો સંકર દેવ પણ લાગુ થાય છે. કારણ કે, એક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org