________________
ઉપર
એ ઘડાને જુદી જુદી રીતે જાણી રહ્યા છે કોઈ સ્પષ્ટપણે જાણે છે, કે અસ્પષ્ટપણે જાણે છે, કઈ દૂરપણે જાણે છે અને કોઈ નજીકપણે જાણે છે ઇત્યાદિ. વળી, એ ઘડે બધા નો અનંતાનંત ભેટવાળાં સુખ, દુઃખ, ત્યાગ કરવાની બુદ્ધિ, લેવાની બુદ્ધિ, તટસ્થ રહેવાની બુદ્ધિ, પુષ્ય, પાપ, કર્મનો બંધ, કઈ જાતને સંસ્કાર, ક્રોધ, માન, માયા, લોભ, રાગ, દ્વેષ અને મેહ તથા જમીનમાં આળોટવું, પડવું અને વેગ વિગેરેને કારણરૂપ હોવાથી વા એ બધાંને અકારણરૂપ હોવાથી અનંત ધર્મવાળો હોઈ શકે છે. તથા એ ઘડે, ઉંચે ફેંકવું, નીચે ફેંકવું, સંકડાવું, ફેલાવું, ભમવું, ઝરવું, ખાલી થવું, ભરાવું, ચાલવું, કંપવું, બીજે ઠેકાણે લઈ જવું, પાણી લાવવું અને પાણી ધરી રાખવું વિગેરે અનંત નોખી નોખી ક્રિયાઓને કારણરૂપ છે માટે એના (ઘડાના) ક્રિયારૂપ સ્વ ધર્મો અનંત હોઈ શકે છે. અને જે પદાર્થો એ બધી ક્રિયાઓના કારણરૂપ નથી તેનાથી ઘડો જુદો હોવાથી એના પરધર્મો પણ અનંત જ હાઈ શકે છે. એ તે ક્રિયાની અપેક્ષાએ ઘડાની હકીકત જણાવી, હવે સામાન્યની અપેક્ષાએ ઘડાનો હેવાલ આ પ્રમાણે છે –આગળ જણાવ્યા પ્રમાણે ભૂત, ભવિષ્ય અને વર્તમાન કાળમાં જે જે વસ્તુમાત્રના અનંત સ્વ અને પરપર્યા જણાવ્યા છે તેમાંના કોઈના એક પર્યાય સાથે, કોઈના બે સાથે અને કોઈના અનંત ધર્મો સાથે ઘડાનું અનંત ભેદવાળું સરખામણું થતું હોવાથી–એ અપેક્ષાએ પણું ઘડાના સ્વધર્મો અનંત છે. વિશેષની અપેક્ષાએ પણ ઘડે, અનંત પદાર્થોમાંના કોઈના એક ધર્મથી, કોઈના બે ધર્મોથી અને કોઈના અનંત ધર્મોથી વિલક્ષણ હેવાથી-એ અપેક્ષાએ પણ ઘડાના સ્વધર્મો અનંત છે. વળી, અનંત પદાર્થોની અપેક્ષાએ ઘડામાં રહેલું જાડાપણું, પાતળાપણું, સમપણું, વાંકાપણું, નાનાપણું, મોટાપણું, તીવ્રપણું, ચકચકાટ, સુંદરતા, પહોળાઈ, ટુંકાઈ, નીચતા, ઉગ્રતા અને વિશાળ-મુખપણું વિગેરે એક એક ગુણ અનંત પ્રકાર છે તેથી એ રીતે પણ ઘડામાં અનંત ધર્મોને સમાસ થઈ શકે છે. સંબંધની અપેક્ષાઓ ઘડે, આજ અનંતકાળથી અને અનંત પદાર્થો સાથે અનંત પ્રકારનો આધાર–આધેયને સંબંધ ધરાવે છે માટે તે અપેક્ષાએ પણ એના અનંત સ્વધર્મો ગણી શકાય એમ છે. એ પ્રમાણે સ્વ-સ્વામિનો સંબંધ, જન્ય-જનકને સંબંધ, નિમિત્ત-નૈમિત્તિકનો સંબંધ, છ કારકનો સંબંધ, પ્રકાશ્યપ્રકાશકને સંબંધ, જ્ય-ભેજકનો સંબંધ, વાઘ-વાહકને સંબંધ, આશ્રય આ શ્રિયને સંબંધ, વધ્યવધકને સંબંધ, વિરોધ્ય-વિરેાધકનો સંબંધ, અને યજ્ઞાયકને સંબંધ વિગેરે અસંખ્ય સંબંધની અપેક્ષાએ પણ એક એકના અનંત-ધર્મો
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org