SearchBrowseAboutContactDonate
Page Preview
Page 264
Loading...
Download File
Download File
Page Text
________________ હકીકત સંભવી શકતી નથી. આ સ્વરૂપ “અર્થાપત” પ્રમાણુનું છે અને એ જોતાં તે તે, અનુમાનથી જુદી પડી શકતી નથી માટે તેનો સમાવેશ પરોક્ષ પ્રમાણપ અનુમાનમાં જ કરવાનો છે. જે લેકે “ભાવ” ને પણ પ્રમાણ માને છે તેઓને અમે પૂછીએ છીએ કે, “અભાવ” પ્રમાણુનું શું સ્વરુપ છે? પાંચે પ્રમાણેને અભાવ-એ અભાવ પ્રમાણ છે? એનું બીજું જ્ઞાન એ અભાવ પ્રમાણ છે ? વા જ્ઞાનરહિત આત્મા–એ અભાવ પ્રમાણ છે ? જે પાંચે પ્રમાણોના અભાવને અભાવ પ્રમાણ માનવામાં આવે તે તે બરાબર નથી. કારણ કે, અભાવ એ અસપિ હોવાથી તુચ્છ ચીજ છે અને એમ છે માટે જ એ અવસ્તુ છે-કદી કોઈ પણ વસ્તુ, જ્ઞાનનું નિમિત્ત હાઈ શકતી નથી માટે એવા અવસ્તુ૫ અભાવને પ્રમાણ માની જ્ઞાનને કારણે કહે એ રીતસર નથી. વળી, જે “તે જગ્યા ઘડા વિનાની છે એ જાતના બેધને અભાવ પ્રમાણમાં ગણવામાં આવે છે તે પણ બરાબર નથી. કારણ કે, એ જાતને બોધ પ્રત્યક્ષરૂપ હોવાથી એને સમાસ પ્રત્યક્ષ પ્રમાણમાં જ થઈ જાય છે માટે એને (અભાવ પ્રમાણને) જુદો કલ્પવાની જરૂર જણાતી થી. તે જગ્યા ઘડા વિનાની છે એ જ્ઞાન જેમ પ્રત્યક્ષરૂપ છે તેમ માંય એવું જ્ઞાન “પ્રત્યભિજ્ઞાન’ પ્રમાણથી પણ થઈ શકે છે. જે જે ઠેકાણે મિ ન હોય તે તે ઠેકાણે ધુમાડે પણ ન હોય ” એ જાતનું અભાર જ્ઞાન વડે પણ થઈ શકે છે. અહીં ધુમાડો નથી, કારણ કે, અગ્નિ નથી” 1 જાતનું અભાવજ્ઞાન અનુમાન વડે પણ થઈ શકે છે. ઘરમાં ગગજીભાઈ - ' એ જાતનું અભાવ-જ્ઞાન કેઈના કહેવાથી એટલે વચનથી પણ થઈ એ રીતે જુદા જુદા પ્રકારે અભાવ-જ્ઞાનનો સમાવેશ જુદા જુદા પ્રમાણમાં જતો હોવાથી એને (અભાવને) એક પ્રમાણરૂપે જુદો ક૯પ એ કે નકામું છે. હવે એમ કહેવામાં આવે કે, જ્ઞાન વિનાને આત્મ અર્થાત્ આભાને કઈ જાતનું જ્ઞાન ન થાય એવી સ્થિતિનું નામ અભાવ પ્રમાણ મા તે પણ બરાબર નથી. કારણ કે, જે આત્મામાં જ્ઞાન ન થવું હોય છે, અભાવને પણ શી રીતે જાણી કે જણાવી શકે ? આત્મા આમ તો જ છે કે, “એ જગ્યા ઘડા વિનાની છે” માટે એ જાતના અભાવના વાળા આત્માને જ્ઞાન રહિત શી રીતે કહી શકાય ? માટે કોઈ પણ રીતે #ા પ્રમાણુના સ્વરૂપનું ઠેકાણું પડતું નથી એથી જ એને જુદા રૂપે કલ્પવો એ તદન અનુચિત જણાય છે. હવે સંભવ-પ્રમાણમાં 1 આ પ્રમાણે છે આટલા માણસો આ ઓરડામાં માઈ શકશે ', '. Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy