________________
એ, પ્રમાણ-જ્ઞાનની નિશાની છે. વસ્તુનું તદન સામાન્ય જ્ઞાન અર્થાત “એ કંઈક છે” એના કરતાં પણ વધારે અસ્પષ્ટ જ્ઞાન–જેનું બીજુ નામ જેનપરિભાષામાં “દર્શન” છે, એ કઈ જાતને વ્યવહારૂ નિશ્ચય ન જણાવી શકતું હોવાથી પ્રમાણપ નથી. તેમ જ પદાર્થ અને ઇદિને સંબંધ, જે જ્ઞાનરુપ નથી તે પણ પ્રમાણપ નથી. કારણ કે, અહીં તે નિશ્ચય કરાવનારા જ્ઞાનને જ પ્રમાણુરૂપ કહેવામાં આવ્યું છે. કોઈ જાતના વિકલ્પ વિનાનું જ્ઞાન અર્થાત્ બાલકની જેવું જ્ઞાન અને શંકા, ભ્રમ તથા અનિશ્ચય-એ બધાં કોઈ જાતને નિશ્ચય ન કરાવતાં હોવાથી પ્રમાણુરૂપ નથી. કારણ કે, નિશ્ચય કરાવનાર જ્ઞાનને જ પ્રમાણ૫ કહેવામાં આવ્યું છે. જે જ્ઞાન, બહારના પદાર્થને લગતો કાઈ જાતનો નિશ્ચય ન જણાવતું હોય તે પણ પ્રમાણ નથી, કારણ કે, અહીં તે પોતાના અને બીજાના સ્વરૂપનો નિશ્ચય જણાવનારું જ જ્ઞાન પ્રમાણુરૂપે મનાએલું છે. જે જ્ઞાન માત્ર બીજાના જે નિશ્ચયને જણાવે છે અને પોતે પિતાની જ મેળે પિતાનું સ્વરુપ કળી શકતું નથી એ-પણ પ્રમાણપ નથી. કારણ કે, અહીં તો બન્નેના (પિતાના અને પરના) સ્વરૂપને નિશ્ચય કરાવનારું જ્ઞાન પ્રમાણ તરીકે સ્વીકારાએલું છે. “અર્થની ઉપલબ્ધિમાં જે હેતુભૂત હોય તેનું નામ પ્રમાણ” એ અને એવાં બીજાં પણુ પ્રમાણમાં ઘણું લક્ષણ રીતસર નથી, માટે જ એક નિર્દોષ લક્ષણઉપર પ્રમાણે જણાવ્યું છે. સંશય અને ભ્રમ વિગેરે સંશયપે અને ભ્રમરૂપે ખરા હોવાથી તેનો પણ અહી પ્રમાણમાં સમાવેશ કરવાનો છે. કારણ કે, સ્વપરવ્યવસાયિને બીજો અર્થ આ પ્રમાણે પણ થાય છે–પિતાને યોગ્ય એ જે પર–પદાર્થ, તેનો નિશ્ચય કરાવનારું જ્ઞાન-એ પ્રમાણુરુપ છે–આ. અર્થમાં ગમે તે જ્ઞાન -માત્રનો સમાવેશ થઈ શકે છે. હવે પ્રમાણુની સંખ્યાને અને તે વડે જણાતા વિષયને જણાવે છે અને તેની અંદર પ્રમાણુનું વિશેષ સ્વરુપ પણ જણાવી દેવાનું છે –
પ્રમાણુ બે છે –એક પ્રત્યક્ષ અને બીજું પક્ષ. એ પ્રમાણ વડે અનંત ધમવાળી વસ્તુ જાણી શકાય છે. પપ - પ્રત્યક્ષ શબ્દના બે અર્થ છે અને તે આ પ્રમાણે છે:–અક્ષ એટલે ઇંદ્રિય અર્થાત જે જ્ઞાન ઇદ્રિ વડે થાય તેનું નામ પ્રત્યક્ષ-એ તે પ્રત્યક્ષ શબ્દને
ત્પત્તિ-અર્થ છે. પરંતુ તેને શાસ્ત્રમાં પ્રસિદ્ધ અર્થ બીજે છે અને તે આ પ્રમાણે છે:–શાસ્ત્રમાં “જે જ્ઞાન સ્પષ્ટ છે તેને પ્રત્યક્ષ કહ્યું છે –પ્રત્યક્ષ શબ્દના એ જાતના વિશાળ અર્થમાં જે જ્ઞાન ઇંદ્રિય સિવાય પણ સ્પષ્ટપણે થયું હોય તે
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org