________________
ર
મબળની ખામીને લીધે મેક્ષને શી રીતે મેળવી શકે ? તમારું એ કથન પણ વજુદ વિનાનું છે. કારણ કે, એ કાંઈ નિયમ નથી–જેનામાં ઉંચામાં ઉચે અશુભ પરિણામ હોય એનામાં જ ઉંચામાં ઉંચો શુભ પરિણામ હોય. જે એ નિયમ હોય છે જે મનુષ્ય જે ભવમાં મોક્ષમાં જવાનું છે તે જ ભવમાં એનામાં ઉંચામાં ઉંચે અશુભ પરિણામ ન હોવાથી એવા ચરમ દેહવાળાને મેક્ષ શી રીતે થઈ શકે? વળી, માછલાંઓમાં ઉંચામાં ઉંચો અશુભ પરિણામ હોવા છતાં એ જ ભવમાં એઓને મોક્ષ થઈ શકતું નથી. તથા જે જીની હલકી ગતિઓમાં જવાની શક્તિ ઓછી હોય છે તે જ જીનો કાઈ ઉંચી ગતિએામાં જવાની શક્તિ ઓછી હોતી નથી. જુઓ-ભુજપરિ સર્પો બીજી નારકી સુધી જ જઈ શકે છે તેથી આગળ હલકી ગતિમાં નીચે જઈ શકતા નથી તે પણ ઉપર-ઉંચી ગતિમાં સહસ્ત્રાર દેવલોક સુધી પહોંચી જાય છે. તેમ જ પક્ષિઓ, નીચે ત્રીજી નારકી સુધી, ચોપગાં જનાવરો, નીચે ચોથી નારકી સુધી અને સર્પો, નીચે પાંચમી નારકી સુધી જઈ શકે છે અને એ બધા (પક્ષિઓ, ચોપગાં જનાવરો અને સર્પો) ય ઉપર-ઉંચી ગતિમાં–તે ઠેઠ સહસ્ત્રાર દેવલોક સુધી પહોંચી શકે છે માટે જેટલા અશુભ પરિણામ હોય તેટલા જ શુભ પરિણામ હોવા જોઈએ વા જેટલા શુભ પરિણામ હોય તેટલા જ અશુભ પરિણામ હવા જોઈએ એવો કોઈ જાતનો નિયમ નથી એથી કરીને સ્ત્રીઓમાં સાતમી નરકે જવાનું અશુભ બળ ન હોવા છતાં પણ તેઓ ઘણી ખુશીથી મોક્ષને મેળવી શકે છે એમાં કોઈ જાતને વાંધો આવે તેમ નથી. હવે કદાચ એમ કહેવામાં આવે કે, સ્ત્રીઓમાં વાદ કરવાની શક્તિ નથી અને તેઓનું ભણતર ઘણું ઓછું હોય છે તેથી એ મોક્ષને લાયક નથી, તે એ કથન પણ બરાબર નથી. કારણ કે, જેઓ મૂંગા કેવળી હોય છે તેમાં વાદ કરવાની શક્તિ ન હો છતાં પણ તેઓ માને મેળવે છે અને જે માપ તુષ વિગેરે મુનિઓ તદન અભણ જેવા હતા તેઓ પણ મોક્ષને મેળવી ચૂકયા છે માટે સ્ત્રીઓમાં વાદ કરવાની શક્તિ ન હોય અને એઓનું ભણતર ઓછું હોય તે પણ એઓને મેક્ષ મેળવવામાં કશો બાધ આવે તેમ નથી. માટે સ્ત્રીઓમાં અમુક જાતનું વિશેષ બળ નથી એથી તેઓ મેક્ષને મેળવી શકતી નથી–એ કથન બરાબર નથી. હવે એમ કહેવામાં આવે કે, તેઓને પુરૂષ પ્રણામ કરતા નથી માટે તે હણી છે, તે પણ ખોટું છે. કારણ કે, તીર્થકરની માતાઓને તો ઈદ્રો પણ પૂજે છે અને નમે છે માટે જિીએ હીણું શી રીતે કહેવાય? વળી, એમ તે ગણધરને તીર્થકરે નમસ્કાર
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org