________________
છુટો થઈ શકે છે માટે જે મોક્ષને મેળવનાર હોય તેને તે તમારે સ્થિર માનવે જ જોઈએ. તમારા માનેલા ક્ષણિક-વાદમાં તો કઈ જ્ઞાન–સંતાન બંધાએલો છે, કઈ જ્ઞાન–સંતાન મુક્તિનાં કારણોને જાણે છે અને ત્રીજે જ કોઈ જ્ઞાન-સંતાન મક્ષ મેળવે છે એવું ગરબડવાળું બંધારણ છે અને કરે કેાઈ, જાણે કોઈ અને મેળવે કઈ એ જાતનું બેની વચ્ચે ત્રીજે ખાઈ જાય એવું બંધારણ કોઈને ઈષ્ટ ન હોય. વળી, બુદ્ધિમાન માત્ર એવું વિચારીને પ્રવૃત્તિ કરે છે કે “મારું કાંઈ થાય’–પરંતુ તમારા ક્ષણિકવાદમાં બધું ક્ષણિક હોવાથી અને જ્ઞાનની ધારાઓ પરસ્પર કઈ જાતનો સંબંધ ન ધરાવતી હોવાથી એક પણ જ્ઞાન-સંતાન એ જાતનું વિચારી શકતા નથી અને એમ હોવાથી એ, પ્રવૃતિ પણ શી રીતે કરી શકે ? કદાચ એમ ધારો કે, જે જ્ઞાનની ધારા ક્ષણિક છે તે શું આ જાતનું વિચારીને પિતાના કલ્યાણની પ્રવૃત્તિ નહિ કરી શકે ? તે એને ઉત્તર આ પ્રમાણે છે–એ જ્ઞાનની ધારા, જે માત્ર એક ક્ષણ જ રહે છે, તે તદન વિકલ્પવિહીન હોવાથી એ બધું શી રીતે કરી શકે ? એક જ ક્ષણમાં પેદા થવું, વિચારવું અને મેક્ષ માટે પ્રવૃત્તિ કરવી એ બધું બનવું તદન અસંભવિત છે. હવે કદાચ એમ ધારે છે, એ જ્ઞાનને સંતાન એ બધું કરી શકે અને મુક્તિને પણ મેળવી શકે તે પછી શું દૂષણ આવે ? એને ઉત્તર આ પ્રમાણે છે –ૌદ્ધ લોકો ક્ષણિક જ્ઞાનધારા અને સંતાન એ બને એક જ માને છે માટે જે દૂષણ જ્ઞાનધારાને લાગુ પડે છે તે જ દૂષણ અહીં પણ સમજી લેવાનું છે. વળી અમે (જે) એમ જણાવીએ છીએ કે,
જ્યારે બ્રહો વસ્તુ માત્રને સ્વભાવ ક્ષણવિનાશી માને છે ત્યારે તે તેઓને મેક્ષ માટે પ્રયાસ કરવો જ જરૂર નથી. કારણ કે, રાગાદિના નાશને તેઓ મોક્ષ કહે છે અને એ નાશ તે એની મેળે જ થવાને છે માટે ક્ષણિકવાદમાં મોક્ષને માટે પ્રયાસ કરવાની કોઈ જરૂર જણાતી નથી એથી એ માટે ક્રિયાકાંડની યોજના કે આચરણે નકામી છે. હવે કદાચ ચર્ચાની ખાતર એમ માની લેવામાં આવે કે, મોક્ષને માટે જાએલાં ક્રિયાકાંડો નકામાં નથી, તો અમે એ વિષે જે પૂછીએ છીએ તે આ પ્રમાણે છે –શું એ ક્રિયાકાંડે રાગ વિગેરે ક્ષણનો નાશ કરે છે ? વા હવે પછી થનારા રાગ વિગેરેને થવા દેતા નથી વા રાગ વિગેરેની શક્તિને ક્ષય કરે છે? વા સંતાનનો ઉચ્છેદ કરે છે ? વા સંતાનને પેદા થવા દેતાં નથી? અથવા આસવ વિનાની ચિત્તસંતતિને પેદા કરે છે? જે બૈદ્ધ તરફથી એમ કહેવામાં આવે છે, એ ક્રિયાકાંડે રાગ વિગેરે ક્ષણને નાશ કરે છે તે એ અયુક્ત છે, કારણ કે, બ્રહના
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org