SearchBrowseAboutContactDonate
Page Preview
Page 245
Loading...
Download File
Download File
Page Text
________________ ૨૦ kr "" પ્રમાણે છે;- તેઓ કહે છે કે, આ પુરૂષ (આત્મા) શુદ્ધ ચૈતન્ય સ્વરૂપ છે અને એક સળીને પણ વાંકી વાળવા અશક્ત છે માટે અકર્તા છે તથા સાક્ષાદ્ ભાગવનાર પણ નથી. એ તે જડ અને ક્રિયા કરનારી એવી પ્રકૃતિને સમાશ્રિત છે અને તેથી જ તેના (આત્મા) ઉપર અજ્ઞાનનું અંધારૂં પથરાઇ રહેલું છે અને એમ છે માટે જ જે સુખ વિગેરે ફળ પ્રકૃતિમાં રહેનારૂં છે તેનું પ્રતિબિંબ પાતામાં પડે છે તેને પણ પેાતાનું માની લે છે અને એવા મેાહને લીધે પ્રકૃતિને સુખ સ્વભાવવાળી માનતા આત્મા સંસારમાં વાસ કરે છે હવે જયારે એ આત્માને એવું ભાન એટલે વિવેક થાય છે કે, આ પ્રકૃતિ દુઃખતા હેતુ છે અને એની સાથે સંબંધ રાખવામાં કાંઇ માલ નથા ” ત્યારે એ ( આત્મા ), પ્રકૃતિએ કરેલા કર્મ-ળતે ભેગવતા નથી અને એ પ્રકૃતિ પણ એમ સમજે છે કે, આ આત્માએ મારી પેાલ જાણી લીધી છે અને હવે એ મારૂં કરેલું કર્મ—ળ ભાગવવાનેા નથી ” ત્યારે એ કાઢણી સ્ત્રીની પેઠે તેનાથી દૂર ખસે છે. જ્યારે પ્રકૃતિની શક્તિ નરમ પડી જાય છે ત્યારે આત્મા એના મૂળરૂપમાં આવી જાય છે એવું જ નામ માક્ષ છે અર્થાત્ માદ્દશામાં રહેલા આત્મા અનંત ચૈતન્યમય છે, કિંતુ આનંદમય નથી. કારણ કે, આનંદ તા પ્રકૃતિને સ્વભાવ છે અને મેક્ષ-દશામાં એને તે તદ્દન નાશ થએલા છે. આ પ્રમાણે મેાક્ષ વિષે સંખ્યમતવાળાએ અભિપ્રાય ધરાવે છે. તેના ઉત્તર જૈનમતવાળાએ આ પ્રમાણે આપે છેઃ-સાંખ્યમતવાળા એમ માને છે કે, જ્ઞાન એ બુદ્ધિને ધર્મ છે અને બુદ્ધિ જડ એવી પ્રકૃતિમાંથી પ્રગટે છે અર્થાત્ જ્ઞાન અને આત્માને કાષ્ઠ પ્રકારના સંબધ નથી-આત્મા માત્ર અજ્ઞાન છે. જેમ આ આત્મા અજ્ઞાન છે તેમ તેની જ પેઠે મુક્ત થએલા આત્મા પણ અજ્ઞાન છે. જે અજ્ઞાનને લીધે પ્રકૃતિમાં રહેલું સુખ વિગેરે, આત્મા, પોતાનું માને છે તે જ અજ્ઞાનને લીધે મુક્ત થએલા આત્મા પણ પ્રકૃતિમાં રહેલાં સુખ વિગેરે ળને પોતાનાં કેમ નથી માનતા ? કારણ કે, એ મુક્ત થએલા આત્મા પણુ જ્ઞાન વિનાના હાવાથી અજ્ઞાનરુપ અંધકારથી ઢંકાએલા છે. એ પ્રકારે જ્ઞાન અને આત્માના સંબંધ નહિ માની એને! (જ્ઞાનને ) પ્રકૃતિ જેવી જડ ચીજ સાથે સંબધ માનવાથી ઉપર જણાવેલા વાંધા આવે છે. હવે કદાચ સાખ્યા અજ્ઞાનના અર્થ રાગ વિગેરે કરે તે પણ ધટે એવું નથી. કારણ કે, એ રાગ વિગેરે પ્રકૃતિના ધર્મો છે માટે આત્માથી તદ્દન જુદા છે અને એમ હેાવાથી જ તે આત્માને ઢાંકી શકતાં નથી. જો અત્યંત જુદા હેાવા છતાં એ રાગ વિગેરે, આત્માને ઢાંકી શકતા હાય તા મુક્ત થએલા આત્મા પણ એથી ઢંકાવા Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy