SearchBrowseAboutContactDonate
Page Preview
Page 243
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૧૮ ઉત્પન્ન થનારા અનુભવ એમાંનું કશું પણ હયાત રહેતું નથી. જો તમે એમ માનશો કે, મેક્ષિદશામાં અતીંદ્રિય ગુણોને પણ નાશ થઈ જાય છે તો એમાં જે વાંધો આવે છે તે આ પ્રમાણે છે –સંસારમાં જે કોઈ મનુષ્ય મેક્ષના અર્થ છે તે બધા ય મેક્ષ તરફ એવું ધારીને પ્રવૃત્તિ કરે છે કે, મોક્ષદશામાં અનંતું અને કેાઈ સુખની સરખામણીમાં ન આવે એવું સુખ અને જ્ઞાન કાયમ રહે છે. તેઓની કોઈની પણ એવી ઈચછા તે હતી જ નથી કે, મોક્ષ પામ્યા પછી આ -જે જ્ઞાન અને સુખ વિગેરે વર્તમાનમાં છે તે પણ ગુમાવવાં પડશે અને એક પત્થર જેવી દશા ભોગવવી પડશે. જે ખરેખરી રીતે મેક્ષદશામાં પત્થરની પેઠે જડ જેવા થઈને પડયું રહેવું પડે તેમ હોય તો એક પણ મનુષ્ય મેક્ષ માટે પ્રવૃત્તિ કરે નહિ—એવા મેક્ષ કરતાં તે આ સંસાર જ ભલે છે કે, જેમાં થોડું થોડું તે સુખ મળ્યા કરે છે. માટે વૈશેષિક મતવાળાએ મોક્ષનું જે સ્વરૂપ કહયું છે તે કોઈને પણ ગમે તેવું નથી. કહ્યું છે કે, “વૃંદાવનમાં નિવાસ કરવો સારો, શિઆળો સાથે વસવું સારું. પરંતુ ગૌતમ ઋષિ, વૈશેષિકોએ માનેલી મુક્તિ મેળવવા રાજી નથી.” એ જ પ્રમાણે મોક્ષ સંબંધે મીમાંસા મતવાળા પણ કહે છે કે“ જ્યાં સુધી વાસના વિગેરે આત્માના બધા ગુણોનો સમૂળ નાશ થયો નથી ત્યાં સુધી દુ:ખનો સમૂળ (dદન) નાશ થઈ શકતો નથી. સુખ અને દુ:ખનું કારણ ધર્મ અને અધર્મ છે અને એ (ધર્મ અને અધર્મ ) બન્ને જ સંસારરા૫ ઘરના થાંભલા છે. આ બન્ને થાંભલાનો નાશ થવાથી શરીર વગેરે ટકી શકતાં નથી અને એમ થવાથી જ આત્માને સુખ દુઃખ હેઈ શક્તાં નથી માટે જ એ મુક્ત આત્મા કહેવાય છે. જ્યારે આત્મા મોક્ષની દશાને પહોંચે છે ત્યારે તે કેવો હોય છે ? તેનો ઉત્તર આ પ્રમાણે છે –એ મુકત આત્મા પિતાના સ્વરૂપમાં રહેલું હોય છે, બધા ગુણોથી છેડાએલો હોય છે અને એ વખતનું એનું ૫ સંસારનાં બંધનથી રહિત અને દુઃખ તથા કલેશ વિનાનું છ ઊર્મિઓથી પર હોય છે એમ પંડિત લોકો કહે છે. કામ, ક્રોધ, ભદ, ગર્વ, લોભ અને દંભ-એ છ ઊર્મિઓ છે ” વળી તેઓ (મીમાંસા મતવાળા) કહે છે કે, “જ્યાં સુધી આત્મા શરીરધારી હોય છે ત્યાં સુધી તેને સુખ અને દુઃખ થાય છે અને શરીર વિનાના આત્માને સુખ અને દુઃખનો સ્પર્શ સુદ્ધાં હોતું નથી” એ બધો મીમાંસા મતવાળાને મેક્ષ વિષેને અભિપ્રાય વૈશેષિક મતવાળાની જેવો જ જૂઠે જાણવાનું છે. વળી, અમે (જેનો) વૈશેષિક મતવાળાને પૂછીએ છીએ કે, તમે મેક્ષ-દશામાં Jain Education International For Private & Personal Use Only www.jainelibrary.org
SR No.004871
Book TitleJain Darshan
Original Sutra AuthorN/A
AuthorBechardas Doshi
PublisherMansukhlal Mehta Mumbai
Publication Year
Total Pages304
LanguageGujarati
ClassificationBook_Gujarati, Philosophy, & Religion
File Size13 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy