________________
આ પ્રમાણે મેક્ષની દશામાં આત્મામાં બુદ્ધિ કે સુખ વિગેરે રહી શકતાં નથી તે પછી એને (આત્માને) અનંત સુખવાળે અને અનંત જ્ઞાનવાળા શી રીતે માની શકાય ? આ જાતના વૈશેષિક મતવાળાના પ્રશ્નને ઉત્તર આ પ્રમાણે છેઃ— ઉપર જે બુદ્ધિ વિગેરે નવ ગુણોને નાશ થવાનું જણુંવ્યું છે તે સંબંધે પૂછવાનું છે કે, શું એ ગુણે આત્માથી તદન જુદા છે ? કે એ ગુણે અને આત્મા એ બન્ને એક છે? જો એ ગુણોને આત્માથી તદ્દન જુદા માનવામાં આવે તે એને ઘોડા અને હાથીની પેઠે આત્મા સાથે કશે સંબંધ ન હોવાથી એને આમાના ગુણે જ શી રીતે કહેવાય ? જે એ ગુણો અને આત્મા એ બન્ને તદન એક હોય તે તે ગુણોનો નાશ થયા પછી આત્માને પણ નાશ થવો જોઈએ, તે પછી મોક્ષ કોને થશે? હવે જે આત્મા અને એ ગુણે એ બન્ને વચ્ચે કોઈ અપેક્ષાએ ભેદ અને કઈ અપેક્ષાએ અભેદ- એમ માનવામાં આવે તે તમેએ માનેલો એકાંત. વાદને સિદ્ધાંત છેટો ઠરશે. વળી તમે જે એ ગુણોના સંતાનને નાશવંત કહે છે તે ખોટું છે–વિરૂદ્ધ છે. કારણ કે, જે સંતાનને પ્રવાહ પરસ્પર કાર્ય-કારણ ભાવનો સંબંધ ધરાવે છે તે તદન નિત્ય અથવા તદન અનિત્ય હોઈ શકતા નથી. જો એ પ્રવાહને સર્વથા નિત્ય કે અનિત્ય જ માનવામાં આવે તે એ કાર્ય-કારણ હોઈ શકતો નથી. જે વસ્તુ નિત્યાનિત્ય હોય છે તેમાં જ ક્રિયા કરવાની હકીક્ત ધટી શકે એવી છે. વળી, તમે જે દીવાના સંતાનના સર્વથા નાશનું ઉદાહરણ આપ્યું છે તે પણ ઘટી શકે એવું નથી. કારણ કે, એ સંતાનને તદન નાશ થતો જ નથી, કિંતુ એમાં ફકત સ્મફેર થાય છે એટલે તૈજસ પરમાણુઓ પિતાનું ચળકતું ૫ છેડીને સંગ અને સામગ્રી વશે અંધકારરૂપે પરિણમે છે. જેમ પદાર્થ માત્ર પોતાના પૂર્વ
સ્પને પરિત્યાગ કરે છે અને ભવિષ્યનું નવીન રૂપ ધારણ કરે છે તથા પિતાનું પિતાપણું મૂકતો નથી તેમ દીવો પણ એ ત્રણે જાતની સ્થિતિમાં વ એ છે માટે એને તદન નાશ શી રીતે હોઈ શકે ? આ વિષે અહીં ઘણું કહી શકાય એવું છે તો પણ તેને વિસ્તારથી “અનેકાંત-પ્રઘદક માં કહીશું. વળી, તમે જે બુદ્ધિ વિગેરે ગુણોને તદન નાશ જણાવો છો તે શું એ ગુણ ઇન્દ્રિયથી ઉત્પન્ન થનારા છે ? કે અતક્રિય-જેને ઈદ્રિ પણ ન પહોંચી શકે એવા-છે ? જો તમે ઈદ્રિયથી ઉત્પન્ન થનારા બુદ્ધિ વિગેરે ગુણોનો નાશ માનતા હો તે અમારે પણ કોઈ વાંધા જેવું નથી. કારણ કે, અમે પણ એમ જ માનીએ છીએ કે, મેક્ષદશામાં ઇક્રિયા કે ઇક્રિયાથી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org