________________
છા, આયુષ્ય વિગેરે બાહ્ય પ્રાણ, પુણ્ય, અપુણ્ય, વર્ણ, ગંધ, રસ, સ્પર્શ, જન્મ, પુરૂષપણું, સ્ત્રીપણું, અને નપુંસકપણું, કષાય વિગેરેનો સંગ, અજ્ઞાન અને અસિદ્ધપણું વિગેરેને તદન વિયોગ એ બધાંનો ફરીથી કોઈ વાર સંગ ન થાય એ વિગ–એને મોક્ષ કહેવામાં આવે છે.
હવે અહીં એમ કહેવામાં આવે છે, આત્માને શરીરને વિગતે ઘટી શકે એ છે, કારણ કે, એને (શરીરને) સંબંધ તાજો જ થએલે છે. પરંતુ રાગ દેશને વિગ ઘટે એવું નથી. કારણ કે, જે અનાદિનું હોય છે તેને કદી પણ નાશ થઈ શકતો નથી. જેમ આકાશ અનાદિનું છે, તેને નાશ થઈ શકતો નથી તેમ આત્મા સાથે રાગ અને દ્વેષને સંબંધ અનાદિ છે માટે તેને તદન વિયોગ શી રીતે થઈ શકે ? એ પ્રશ્નને ઉત્તર આ પ્રમાણે છે –જે જે ભાવને થોડો પણ ઘટાડે થઈ શકતો હોય તે તે ભાવને કઈ વખતે તદન ઘટાડો પણ જોઈએ. જેમ કે, શીઆળાની ટાઢમાં આપણું રૂવાટાં ઉભા થઇ જાય છે અને જ્યારે એ ટાઢમટી તાપ થત આવે છે ત્યારે પાછાં એ રૂવાટાં બેસતાં આવે છે અને વિશેષ તાપ થતાં તો આપણું એક પણ રૂંવાડું ઉભું રહી શકતું નથી અર્થાત રોમાંચ (રૂંવાટા ખડાં થવા) માં જેમ ઘટાડે થતાં થતાં તેનો તદ્દન અભાવ પણ થઈ જાય છે તેમ અહીં રાગ વિગેરેનો ઘટાડો થતાં થતાં તેનો પણ તદન અભાવ થવો સુશક્ય લાગે છે. જો કે પ્રાણી માત્રને રાગ વિગેરેનો સંબંધ અનાદિ કાળથી લાગે છે તે પણ કેટલાકને તે રાગ કરવાનાં ઠેકાણું (સ્ત્રી, કુટુંબ વિગેરે) નું ખરું સ્વરૂપ જાણવામાં આવ્યા પછી તે ઉપરથી ક્રમે ક્રમે રાગથી વિરૂદ્ધ ભાવના કરવાથી તેઓને રાગ ઓછો થતોચાલ્યા જાય છે-એ હકીકત સૌ કોઈના જાણવામાં આવે તેવી હેવાથી વિવાદ વિનાની છે માટે જ એ, ઉપરના અનુમાનને ટેકે આપે એવી છે અર્થાત રાગ વિગેરેમાં પણ ઘટાડો થવાને અનુભવ થતું હોવાથી કોઈ સમયે, સમય વિગેરેની જોઈતી સામગ્રીને જગ થયે અને ભાવનાનું બંળ જાયે એને (રાગ વિગેરેને) પણ તદન ક્ષય થવો ગેરવ્યાજબી જણાતો નથી માટે જેમ જીવને શરીરને તદન વિયોગ થઈ શકે છે તેમ રાગ વિગેરેને પણ દર વિગ થઈ શકે છે–એમાં કઈ પ્રકારનું દૂષણ આવે એવું નથી. " એ વિષે કદાચ એમ કહેવામાં આવે છે, જેમ જ્ઞાનાવરણીય કર્મને ઉદય થયે જ્ઞાનમાં ઘટાડે થતો અનુભવાય છે અને એ કર્મને અત્યંત ઉદય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org