________________
હવે બંધતત્વનું વિવરણ આ પ્રમાણે છે –
જેમ દૂધ અને પાણું બન્ને ભેગાં થયાં પછી જેવો એ બન્નેનો પરસ્પર સબંધ હોય છે તે જ જીવના પ્રદેશ અને કર્મનાં પરમાણુઓ એ બે વરચે જે સંબંધ થાય છે તેને “બંધ” કહેવામાં આવે છે. અથવા જે વડે આત્મા પરતપણાને પામે એવા કર્મના (પુલના) પરિણામને “બંધ કહેવામાં આવે છે. છમાહિલ નામને કોઈ પંડિત એમ માને છે કે, જે શરીર અને તેની ઉપરનાં કપડાને સંબંધ છે, સર્પ અને તેની ઉપરની કાંચળીને સંબંધ છે તેવો જ સંબંધ આત્મા અને તેની ઉપરનાં કર્મોને છે. પરંતુ જૈનદર્શન તે એ જાતને સંબંધ માનતું નથી. એ તે કહે છે કે, ભેગાં થએલાં દૂધ અને પાણીને જેવો સંબંધ હોય વા ભેગાં થએલાં અગ્નિ અને લોઢાનો જે સંબંધ હોય તે જ સંબંધ જીવ અને કર્મનાં પરમાણુઓ વચ્ચે છે. અહીં કદાચ એમ કહેવામાં આવે કે, જીવ તે અમૂર્ત છેએને કેાઈ જાતને આકાર નથી, એને હાથ, પગ પણ નથી. તે પછી એ, શી રીતે કર્મનાં પરમાણુઓનું ગ્રહણ કરશે ? એને ઉત્તર આ પ્રમાણે છેજીવ અને કર્મ વચ્ચે આજ અનાદિકાળનો સંબંધ છે અને તે સંબંધ પણ જેવો તે નહિ, કિંતુ ભેગાં મળેલાં દૂધ અને પાણીની જે છે. માટે એ જાતનો સંબંધથી બંધાએલા આત્માને અમે અમૂર્ત નથી માનતા-મૂર્તા જ અટલે આકારવાળે માનીએ છીએ. વળી, કાંઈ કર્મનાં પરમાણુઓ હાથે
ભાત નથી એ તો વૃત્તિઓ એટલે વિચારો વડે જ ખેંચાય છે. જેમ કોઈ પુરૂષ, શરીરે તેલ ચળાવીને ઉઘાડે બેઠો હોય તો હાથ હલાવ્યા વિના જ એના શરીર ઉપર ચારે તરફ ઉડતી રજ ચેટી જાય છે તેમ રાગ, દ્વેષ અને મોહની વૃત્તિવાળા આત્માના એક એક પ્રદેશ ઉપર ચારે તરફ ભરેલાં કર્મનો પરમાણુઓ ચેટી જાય છે અને એવી સ્થિતિમાં રહેલા–સંસારમાં રઝળતા આત્માને અમે અનેકાંતવાદિઓ એ અપેક્ષાએ મૂર્ત પણ માનીએ છીએ. એ પ્રકારે , હાથ પગ વિનાને આત્મા, કર્મનાં પરમાણુઓનું ગ્રહણ શી રીતે કરી શકશે ?” એ કલ્પના પેટી ઠરી શકે છે. કર્મને બંધ બે પ્રકારને છે–એક પ્રશરત બંધ અને બીજો અપ્રશસ્ત બંધ. વળી, કર્મને બંધ ચાર પ્રકારને છે–પ્રકૃતિ, સ્થિતિ, રસ અને પ્રદેશ. પ્રકૃતિ એટલે સ્વભાવ, જેમકે, જ્ઞાનાવરણ નામના કમને સ્વભાવ જ્ઞાનને દાબી દેવાને એટલે અટકાવવાને છે. સ્થિતિ એટલે કર્મના ટકાવની મર્યાદા, જેમકે, અમુક કર્મ અમુક વખત સુધી ટકી શકે છે. એ મર્યાદા થવાનું કારણ વૃત્તિની તીવ્રતા અને ભદતા
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org