________________
ખિકા લેકે જણાય છે તેઓ જ પૂર્વ જન્મમાં કરેલી હિંસામય પ્રવૃત્તિ એના ફળરૂપ છે અને એ જ લેક પાપની હયાતી જણાવવાને પૂરતા છે અને જે આ ઘણુ થોડા સુખિઆ લેકે જણાય છે તે પૂર્વ જન્મે કરેલી દાન વિગેરે શુભ પ્રવૃત્તિઓના ફળ છે અને તેઓની ઓછી સંખ્યા જ પુષ્યની હયાતી માટે બસ છે. હવે કદાચ એમ કહેવામાં આવે કે, દાનાદિક શુભ ક્રિયાનું ફળ દુઃખ અને હિંસાદિક અશુભ ક્રિયાનું ફળ સુખ એવુંવિપરીત બંધારણ શા માટે ન હોય? એને ઉત્તર આ પ્રમાણે છે – જે એવું વિપરીત બંધારણ સાચું હેત તે સંસારમાં દુખિઆ ઘણું ઓછા દેખાવા જોઈએ અને બધે ઠેકાણે સુખિઆ સુખિઆ જ દેખાવા જોઈએ. કારણ કે, દાનાદિક ક્રિયા કરનારા ઘણું એાછા છે ત્યારે હિંસાદિક ક્રિયા કરનારા એનાથી અનેક ગણું વધારે છે-આમ હોવાથી એ જાતનું વિપરીત બંધારણ સાચું હોઈ શકતું નથી. વળી પુણ્ય અને પાપની સાબીતી માટે આ એક બીજી પણ યુક્તિ છે – જીવે સરખા છે તે પણ એકનું શરીર સુંદર, સુડોળ, દેખાવડું, પાંચ દિથી પરિપૂર્ણ અને નિરોગી હોય છે ત્યારે બીજાનું શરીર કપું, બેડેળ, કોઈને ન ગમે એવું, ખેડવાળું અને રોગી હોય છે. કેઈ મનુષ્ય છે તે કોઈ પશુ છે–આ જાતની વિચિત્રતા જેમાં કારણ સિવાય ઘટી શકતી નથી. અને એ વિચિત્રતાનું જ કારણ છે તે જ પુણ્ય અને પાપ છે. કદાચ એમ કહેવામાં આવે કે, “બાપ તેવા બેટા અને વડ તેવા ટેટા” એ જાતના લૈકિક ન્યાયથી એ વિચિત્રતાનું કારણ મા બાપ જ હોઈ શકે છે, પરંતુ પક્ષ એવું પુણ્ય અને પાપ હોઈ શકતું નથી. એનો ઉત્તર આ પ્રમાણે છે – એ વિચિત્રતાનું કારણ મા બાપ જ હેઈ શક્તાં હોય તો આંધળા માબાપની દેખતી પ્રજા અને દેખતા માબાપની આંધળી પ્રજા, કદ્રુપા માબાપની સુડોળ પ્રજા અને સુડોળ માબાપની બેડોળ પ્રજા–એ જાતની વિચિત્રતા થવાનું શું કારણ? અથવા એક જ મા બાપના બે પુત્રોમાં એક ચતુર અને બીજો મૂર્ખ, એક સુડોળ અને બીજો બેડોળ, એક ખેડ વિનાને અને બીજે ખેડ વાળો-ઇત્યાદિ વિચિત્રતા થવાનું શું કારણ? બરાબર વિચાર કરી જોતાં જાણી શકાય છે કે, એ વિચિત્રતાનું કારણ મા બાપ તે હોઈ શકતાં નથી. પરંતુ જીવનાં પિતાનાં કર્મ–એટલે પુણ્ય અને પા૫–હોઈ શકે છે—શરીરનાં સાંદર્ય વિગેરેનું કારણ પુણ્ય છે અને શરીરનાં બેડેળપણું વિગેરેનું કારણું પાપ છે અર્થાત આ યુક્તિથી પણ પુણ્ય અને , , , , 14
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org