________________
પ
યતા વિના જ થઈ શકી હાય-એ પક્ષી, અગ્નિ કે વાયુની ગતિમાં પણ ધર્માસ્તિકાયની સહાયતા રહેલી છે. એ જ પ્રમાણે એવી એક પણ સ્થિતિ નથી જે અધર્માસ્તિકાયની સહાયતા વિના જ થઇ શકી-શકતી-હાય અર્થાત્ એવું એક પણ ઉદાહરણ નથી મળતું કે, જેની ગતિ અને સ્થિતિ, ધર્મોસ્તિકાય અને અધર્માસ્તિકાય વિના થઇ શકતી હૈાય. તેા પછી એ જાતના ઉદાહરણ સિવાય કોઇ પણ પ્રામાણિક, ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાયના વિરાધ શી રીતે કરી શકે ? ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય કયા કયા પ્રકારના ઉપકાર કરે છે ? તેની વિગત અને યુક્તિ આ પ્રમાણે છેઃ તવા સૂત્રમાં એ વિષે જણુછ્યું છે કે, “ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય ગતિ તથા સ્થિતિમાં સહાયતા આપે છે અને એએને ઉપકાર ણુ એ જ છે. ” જેમ ક્યાંય સારાં સદાવ્રતા મળતાં હેાય ત્યાં ભિક્ષુક લેાકેા રહેવાનું મન કરે છે અર્થાત્ કાંઇ સદાવ્રતા ભિક્ષુલેકાના હાથ પકડીને તેને રહેવાનું કહેતાં નથી, પરંતુ તે ( સદાત્રતા ) તે! રહેવામાં નિમિત્તરૂપ છે તેમ ગતિ અને સ્થિતિમાં ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય પણ નિમિત્તરુપ છે. એ આબતને લગતી યુક્તિ આ પ્રાણે છેઃ—જેમ માછલામાં જવાનું સામર્થ્ય છે અને જવાની ઇચ્છા પણ છે, પરંતુ તે, નિમિત્તકારણુરુષ પાણી વિના પતિ કરી શકતું નથી તેમ જડ અને ચેતનમાં જવાનું અને ખેસવાનું સામર્થ્ય છે—એની ઇચ્છા પણ છે, તે પણ નિમિત્તકારણ વિના તેની ગતિ કે સ્થિતિ થઇ શકે નહિ—એ ગંત અને સ્થિતિમાં જે ચીજ નિમિત્તરુષ થાય તેનું જ નામ ધર્માસ્તિકાય અને અધર્માસ્તિકાય છે. આકાશ તત્ત્વ તે વસ્તુ માત્રને અવકાશ આપે છે અર્થાત્ એ પણુ, અવકાશ આપવામાં નિમિત્તરૂપ છે અને એનું સ્વરૂપ પણ એ અવકાશ કે અવગાહ છે. અહીં કદાચ એમ કહેવામાં આવે કે, અવગાહ ગુણ જેમ આકાશમાં છે તેમ પુદ્ગલાદિમાં પણ છે—એથી એને, એકલા આકાશને જ ધર્મ શી રીતે કહેવાય ? જેમ એ આંગળીને સંયેગ બન્ને આંગળીને ધર્મ છે તેમ અવમાડુ ગુણુ આકાશમાં છે અને પુદ્ગલાદિમાં પણ છે માટે એ ( અવગાહ), પણુ બન્નેના ધર્મ ગણાવા જોઇએ, એ પ્રશ્નના ઉત્તર આ પ્રમાણે છેઃ——ો કે અવગાહ ગુણુ આકાશમાં અને પુદ્ગલાદિમાં—બન્નેમાં છે તે પણ આકાશમાં
ગતિ-સ્થિતિ
જૂએ તત્ત્વાર્થસૂત્ર-અધ્યાય પાંચમાનું સૂત્ર ૧૭ મુ -વઢો ધમાઁ-ધર્મયો:-JT&k:- '' અતુ॰
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org