________________
૫. જે બહુ જ ઝીણું હોય તે પણ જોઈ શકાતું નથી–જેમકે, ઘરનાં જાળીયામાંથી બહાર નીકળતા ધૂમાડા અને બાફના ત્રસરેણુઓ આપણાથી જોઈ શકાતા નથી, તેમ પરમાણું અને ધયણુક તથા ઝીણી ઝીણી નિગે પણ જોઈ શકાતી નથી. કારણ કે, એ બધાં ઘણું જ ઝીણામાં ઝીણું છે. તે શું તેથી એમ કઈ કહી શકે ખરે કે, એ ત્રસરેણુ, દયક, પરમાણુ કે નિગેદો હયાતી ધરાવતી નથી ?
૬. કાંઈ આડ આવી જવાથી પણ છતી ચીજ જોઈ શકાતી નથી. જેમ કે, ભીંત આડી આવવાને લીધે તેની પાછળ રહેલા પદાર્થો જોઈ શકાતા નથી તો શું એમ કહી શકાય ખરું કે, ત્યાં પદાર્થો જ નથી ? અથવા આપણી મતિમંદતાને લીધે કોઈ ચોખી વાત પણ આપણે ન જાણી શકીએ એથી એમ કેમ કહેવાય કે, એ વાત જ નથી ? એ જ રીતે આપણું કાન, આપણી ડોક, આપણું માથું અને આપણી પીઠ તથા ચંદ્રમાનો બીજો ભાગ એ બધું આપણે માત્ર કોઈને કોઈ આડશને લીધે જોઈ શકતા નથી, એથી શું આપણુથી એમ કહીં શકાશે કે, એ ચીજે જ નથી ? વળી, સમુદ્રના પાણીનું માપ આપણે કાઢી શકતા નથી, એથી એમ કેમ કહેવાય કે, એનું માપ જ નથી ? યાદ શક્તિ ઓછી હેવાને લીધે આપણે જોએલી વસ્તુને પણ સંભારી શકતા નથી, એથી એમ શી રીતે કહેવાય કે, એ વસ્તુ જ નથી ? તથા મૂઢપણાને લીધે સત્ય હકીકતને પણ આપણે જાણી શકતા નથી એથી એમ પણ કેમ કહેવાય કે, સત્ય હકીકત જ નથી ?
છે. વધારે તેજવાળા પદાર્થની હાજરીમાં ઓછા તેજવાળા પદાર્થો ઢંકાઈ જતા હોવાથી આપણે એને જોઈ શકતા નથી. જેમ કે, સૂર્યની હાજરીમાં તારાઓને અને ગ્રહોને કેઈ જઈ શકતું નથી એથી શું એમ કહી શકાય કે, તારાઓ અને ગ્રહ નથી ? તથા અંધારાને લીધે ઓરડામાં છત પદાર્થો પણ જોઈ શકાતું નથી એથી એમ શી રીતે કહેવાય કે, અંધારામાં પદાર્થો જ નથી ? ( ૮. કેટલીકવાર સરખાપણુને લીધે આપણે પિતે નાખેલી જ વસ્તુને જુદી પાડી શકતા નથી–મગના ઢગલામાં મગની મુઠી નાખ્યા પછી અને તલન ઢગલામાં તલની મુડી નાખ્યા પછી આપણાથી એ નાખેલો જ મુઠી
જુદી પાડી શકાતી નથી એથી એમ કેમ મનાય કે, મુઠી નાખી જ નથી? વળી, પાણીના કુંડામાં મીઠું કે સાકર નાખ્યા પછી તે તેમાં ભળી
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org